________________
૧૦ પાયચંદ - વિક્રમથી ૧૫૭ર વર્ષે નાગપુરીય તપાગરણના પાર્ધચંદ્ર ઉપાધ્યાયથી જન્મ્યો છે. તેમણે સાધુ જિનપૂજા સંબંધી ઉપદેશ ન આપી શકે, કારણ કે અણુમાત્ર . પણ કર્મબંધ થાય એવો ધર્મ તીર્થંકરે કહ્યા નથી,' ઇત્યાદિ ઉત્સુત્રા પ્રરૂપ્યાં છે.
(વિશેષ માહીતી માટે જુઓ પ્રવચન પરીક્ષા નામના ગ્રંથ. કે જેમાં મહામહોપાધ્યાય શ્રી ધર્મસાગરજીએ આ ૧૦ની ઉત્પત્તિનું મૂલ તથા આ દશ મતાએ કેટલી કેટલી ઉત્સુત્ર પ્રરૂપણાઓ કરી ભગવાનના શાસનની મહા આશાતના કરી છે તેનું સવિસ્તર વર્ણન કરીને સર્વ મતનું યુક્તિપૂર્વક ખંડન કર્યું છે.) ઉપર્યુકત ૧૦ મતો સ્થૂલ દૃષ્ટિએ કહેલા છે, તે સિવાય ઉપધાન વગેરે અનુષ્ઠાનોના અપલાપ કરનારા બીજા જે કોઈ મતો હસ્તિ ધરાવતા હોય, તેની વિવક્ષા કરેલી નથી. જેમ હાલ પણ કેટલાક વર્ષોથી તેરાપંથી મત જન્મેલ છે, કે જે મત દાન, દયા વગરે ધર્મોનો અપલાપ કરે છે, તેમજ સાધ્વીનો આણેલો આહાર પણ વાપરે છે. . આ રીતે શાસ્ત્રમાં કહ્યું હોય તે નહિ કરનાર અને ન કહ્યું હોય તે પોતાની સ્વચ્છેદ - મતિકલ્પનાથી કરનારા કેઇ. કુમતો વર્તમાન સમયમાં જોર કરે છે. ધર્મના ખપી
જીવોએ તેને સમ્ય પ્રકારે ગુરુગમથી જાણી સમજી લઈ સર્વથા વર્જી દેવા જોઈએ. तथा-तन्मध्यस्थः कश्चित्प्रासादादिरक्षणाय यतते, तदन्यस्तु वैपरीत्यभाक्, तयोरपि साम्यं विशेषो वा? इति प्रश्नोऽत्रोत्तरम्- तेषां प्रासादादिरक्षणयत्नविधाने शुभमेव फलं तद्विपरीतविंधाने त्वशुभमेव ||१-६।।
પ્રશ્ન- આ ૧૦માંથી કોઈ એક મંદિર વગેરેના રક્ષણ માટે યત્ન કરે અને બીજો વિપરીત કરે તો તે બન્નેને ફળ પ્રાપ્ત થવામાં સમાનતા કે વિશેષતા ?
ઉત્તરઃ- મંદિર વગેરેના રક્ષણનો પ્રયત્ન કરતા તેઓને શુભ ફલ જ પ્રાપ્ત થાય છે, અને વિપરીત કરતાં અશુભ ફલ જ પ્રાપ્ત થાય છે. ૧-૬
.. तथा-ज्ञानदर्शनचारित्रतपःप्रभृति शुभं कुर्वतां सङ्घस्थानां सान्निध्यम् , तदन्यंस्तु वैपरीत्यं करोति तयोः साम्यं न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-एवं ज्ञानादि शुभं समाचरतां सङ्घस्थानां सान्निध्याऽसान्निध्ययोरपि ।।१-७|| - : પ્રશ્ન - એજ રીતે ૧૦માંથી કોઈ એક જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરે શુભ કાર્ય કરનાર સંઘમાં રહેલાઓને સહાય કરે, અને બીજો વિપરીત કરે તો તે બેના ફલમાં પણ સમાનતા કે અસમાનતા ?
- ઉત્તર:- ઉપર પ્રમાણે જ્ઞાનાદિ શુભાચરણ સેવતા સંઘસ્થોને સહાય કરનાર અને નહિ કરનારને શુભ તથા અશુભ ફલ જાણવું. ૧-૭
तथा-वर्णादिभिर्भेदे जात्या शुनामिव दशानां परस्परं मतभेतेऽप्याज्ञाबिराधकत्वेन साम्यम् , किंवा विशेषः? इति प्रश्नोऽत्रोत्तरम- दशानां वदिविचित्र साम्यप्रतिपादकं वचस्तु नात्मीयं किन्तु परकीयमेव ||१-८॥ આ પ્રશ્નઃ- આ દશમાં, જેમ શ્વાનોમાં વર્ણાદિ ભેદ હોવા છતાં જાતિથી એક છે. તેમ, પરસ્પર મતભેદ હોવા છતાં આજ્ઞાની વિરાધના કરનારા હોવાથી સમાનતા છે કે વિષમતા છે?