Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૯
ઉપર વારંટ કહાડ્યાં. હુલડ થતું અટકાવવાને પોલીસના ૧૦ ઘોડેસ્વાર તથા ૨૦ પાયદલ તે વારંટ બજાવવા અને જીવરને છોડાવવા ગયા. લુઆ ગામમાં એક બ્રાહ્મણના ઘરમાં તે બાઈને સંતાડી હતી ત્યાંથી સરકારી ભાણુએ શેાધી કહાડી ને ભરૂચ તેડી ગયા. એ બાઈને તા. ૧૧ જુલાઈથી તા. ૬ આગષ્ટ સુધી ઘરમાં પુરી મુકી હતી, અને તે મેતના પંજામાંથી બચી છે. કેરવાડાના જપતીદાર કારકુન વાડીલાલ કાળીદાસે તે બાઈને દુખમાંથી છોડાવવા મહેનત કરી હતી.
તેના બે સગાઓને તેમદાર ઠરાવી સેશન કમીટ કર્યા, અને તે બાઈ તથા મહેતાજી અમદાવાદમાં આવીને મ્યુનીસીપલ ખાતાના સેક્રેટરી રાજેશ્રી રઘુનાથરાવ જનારદનને ઘેર ઉતર્યા. અને લગ્ન કરવા વાસ્તે અહીંની પુનવિવાહીત્તેજક સભાની મદદ માગી. તેઓએ કહ્યું કે તમારી નાતથી દૂર રહેવાની તમારી હિમત હોય, અને તમારા મનની ઉલટ હોય તે લગ્ન કરે. તે કામમાં અમે સામીલ થઈશું. થોડીઘણુ નાણાંની મદદ જોઈશે તે કરીશું, ત્યારે મહેતાજીએ કહ્યું કે અમારે નાણાંની મદદ જોઈતી નથી અને અમે કાંઈ ભીક્ષુક નથી ધંધાસર છએ. પણ લગ્નક્રિયા કરાવી આપવામાં તમારે સામીલ થવું.
પછી જેશીને બેલાવીને લગ્ન જોવરાવ્યું. જોશીએ શ્રાવણ વદ ૭ રવિવારનું ગધુળિક લગ્ન આપ્યું. તે દિવસે રાજેશ્રી રઘુનાથરાવજીને ઘેર તેમનું લગ્ન વિધિ પ્રમાણે થયું. તે સમે રા. રઘુનાથરાવજીએ સારા સારા માણસને એલાવ્યા હતા,
ડેપ્યુટી કલેકટર મહેરબાન એફ, એફ, ફરનાંડીસ સાહેબ, રાવબહાદુર ગિપાળરાવ હરિ દેશમુખ અહીંની સ્માલકેજ કોરટના જડજ સાહેબ, રાવ બહાદુર ભેળાનાથ સારાભાઈ ખેડાના સેકન્ડ કલાસ સબારડીનેટ જડજ. રાવબહાદુર બેચરદાસ અંબાઈદાસ, રાવસાહેબ મહીપતરામ રૂપરામ, સજેશ્રી રણછોડલાલ છોટાલાલ વગેરે આસરે ૧૫૦ ગૃહસ્થ ત્યાં બિરાજ્યા હતા. કેટલાએક સાહેબલોકેએ તથા નેટીવ ગૃહસ્થોએ આવા કામમાં મદદ મળવાને એક ફંડ રૂ. ૪૦૦ ને આસરે કર્યું છે. અને તે વધારવાનો પ્રયત્ન જારી છે.
ગેરે ગોત્રજ પૂજા કરાવીને ચેરીમાં મધુપર્ક નેત્રોચ્ચાર વગેરે કરીને કન્યાદાન અપાવ્યું. એક બ્રાહ્મણે કન્યાદાન દીધું. તે સભામાં વડનગરા
#કહેવત છે કે જેને માબાપ હાજર ન હોય તેને “ગોર માબાપ.”