Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૭
અથ
ત્રણ લોકના નાથ ( પરમેશ્ર્વર ) છતા એટલે તેમની આજ્ઞા પ્રમાણે આ દુનીઆનાં લોકો ચાલો ને બરાહમણ ક્ષત્રી વશય એ જાતેામાં અશલ પરમેશવરનો પોતાની કરેલી વીવાહની રીતી હમણાં વીશતારા. ૧.
ખીને અર્થ.
ત્રણ લેાકના પતી ઇંદર જીત પામેા ને ઉપર લખેલી તરણુ વરણમાં હમણાં પોતાની ( નિદરની ) પરણવાની ની રીત છે તે પ્રવરતાવા ( એટલે ઈંનદરાણી પુનરવીવાહ કરે છે. ) ”
• [ પુનર્વિવાહ પ્રબંધ, પૃ. ૧]
એ વિધવા વિવાહના કાયદાના સબંધમાં મહીપતરામ વિષે એક રમુજી વાત રા. ભાનુસુખરામે મહીપતરામ ચરિત્રમાં નોંધી છે. વિધવા વિવાહ કાયદેસર છે, એવું સરકારે ઠરાવ્યું; પણ એવું પુનર્લગ્ન કરનારને ન્યાત ન્યાતના પટેલીઆએ ન્યાત બહાર મૂકે તે તેને ન્યાત બહાર મૂકનારા કાયદા પ્રમાણે ગુન્હેગાર થાય કે નહિ તે મુદ્દો બારિસ્ટરના અભિપ્રાય મેળવી નક્કી કરાવવા મહીપતરામે રૂ. ૬૦) પોતાની પદરના આપ્યા હતા. પણ વચમાંના વકીલ એ રૂપિયા એહી કરી ગયા અને જોતે અભિપ્રાય લખાઇ આવ્યા નહિ.×
એમના ગુરૂ દુર્ગારામે ચકલે ચકલે વિધવા વિવાહ વિષે વ્યાખ્યાના આપ્યા હતાં; પણ એમને ફરી લગ્ન કરવાના પ્રસંગ પ્રાપ્ત થતાં, એમણે મ્હી જઇને પુનઃગ્ન ન કર્યું અને કુંવારી કન્યા સાથે પરણ્યા તેથી લોકા એમની ઠેકડી કરતા.
પહેલવહેલું પુનઃમ કપાળ જ્ઞાતિના માધવદાસ રૂધનાચદાસે ભાઈ ધનકાર સાથે મુંબાઇમાં કર્યું હતું; તે વખતે ખૂબ કાલાહલ થયલા; અને એવી સંકડામણુ અમદાવાદમાં ખડાયતા જ્ઞાતિની કેરવાડાની ખાઈ જીવકારે માસ્તર લલ્લુભાઇ સાથે પુનઃવિવાહ કરતાં અનુભવી હતી. વાચકને તેના ખ્યાલ આપવા સન ૧૮૭૨ ના બુદ્ધિપ્રકાશમાં એ બનાવની વિસ્તૃત નોંધ લેવાઇ હતી તે ફરી ઉતારીએ છીએ.
× જીએ મહીપતરામ ચરિત્ર, પૃ. ૨૭.
* એમની ભિરૂતા માટે જુએ દુર્ગારામ ચિત્ર, પૃ. ૧૦.
↑ સવિસ્તર વર્ણન માટે નુ બુદ્ધિપ્રકાશ વર્ષ, ૧૮૯૩ પૃ. ૩૮,