Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૬
તે કાળે દેશાટન કરનારને, વિધવા વિવાહ કરનારને, નિષિદ્ધ ખાદ્ય ખારાક લેનારને, પરધમમાં વટલી જનારને જ્ઞાતિના પુષ્કળ ત્રાસ વેઠવે પડતા. ઈંગ્લાંડના પ્રવાસ કરવા માટે મહીપતરામ પર વડનગરા નાગર ગૃહસ્થ જેવી અગ્રગણ્ય અને મુત્સદ્દી ગણાતી જ્ઞાતિએ જે જીલ્મ વર્તાવેલે એના વૃત્તાંત મહીપતરામ વિષેના પ્રકરણમાં આવશે. પરધમાં વટલી જનારને જ્ઞાતિ તરફથી કનડગત થાય નહિ અને તેની મિલ્કતના ભાગવટામાં અને વારસાના હક્કમાં નુકશાન ન પહોંચે, એવી સડ કપની સરકારે સન ૧૮૫૭ ના કાયો રચી કરી હતી; તેના ઉલ્લેખ ઉપર કરવામાં આવેલા છે. વિધવા વિવાહના કાર્યને પણ સરકારે ઉત્તેજન આપ્યું હતું. સન ૧૮૬૦ ને વિધવા વિવાહના કાયદા પસાર કરાવવામાં શ્વરચંદ્ર વિદ્યાસાગર મુખ્ય હાથ હતા; પણ એ પ્રશ્ન પહેલાથી ચર્ચાતા હતા. સન ૧૮૫૩ માં મુંબાઇની જ્ઞાનપ્રચારક મંડળીએ એ વિષયનું સમર્થન કરતા નિબંધ લખી મેાકલનાર *તેહમંદ ઉમેદવારને રૂ. ૧૫૦) નું ઇનામ આપવાનું જાહેર કર્યું હતું અને તે મેળવવાનું માન કવિશ્રી લપતરામને પ્રાપ્ત થયું હતું. એ નિબંધ સદરહુ મંડળી તરફથી છપાવવામાં આવ્યા હતા; તેમાં સન ૧૮૫૬ । ૧૫ મે આક્ટ પણ આપવામાં આવ્યો છે. કવિએ એ ઇનામી નિબંધમાં વસ્તુના ખીજ રૂપ મંગળાચરણના ક્લાક નવા રચ્યા હતા તે આનંદ માટે અહિં આપીએ છીએ:
मंगलाचरण आर्य्यात्तम्.
भुवनत्रयाधिनाथो विजयत्व धुनाद्विजाति वर्णेयाम् । स्वकृतां तां प्राचीनां वैवाहि का चरीतिं वितनोतु ॥ १ ॥
6
""
નિયરના પ્રવાસ ’ માં “ સતીને ચાલ–સહગમન વિષે વિવેચન કરવામાં આવેલું છે; જુએ પૃ. ૨૩૫ થી ૨૪૧; ગુજરાતી આવૃત્તિ; પ્રકાશક, ગુ. વ. સોસાઇટો.
સતીને સત્ ચઢી મૃત પતિ સાથે સહગમન કરનારી સ્ત્રીઓ માટે ઉપલી ટીકા નથી; એમના પ્રશ્ન નિરાધ છે. એમાં મતભેદને સ્થાન છે. આપણા સાહિત્યમાં સ્વસ્થ ગવનરામે ભરૂચના દેસાઈ! સતી ચુનીનું ચરિત્ર મૂળ ઈસ્ટ એન્ડ વેસ્ટ ' નામના માસિકમાં આલેખ્યું હતું અને તેને પછી ગુજરાતીમાં તરજુમા થયલા છે; અને સન ૧૯૩૨ માં મી. સુરેશ દીક્ષિતે સૌ વર્ષ ઉપર સુરતમાં એક નાગર સ્ત્રી સતી થયલી તેને ગરમે “ પ્રસ્થાન ” માં છપાવ્યા હતા.
6