Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
ટેરવા પર અફીણને પાસ આપે છે, જે ઝેરી દૂધ બાળક પીતાં મૃત્યુવશ થાય છે; આ એક પ્રથા છે. બીજી પ્રથામાં, બાળક જેવું જન્મે છે કે તેના નાલના દેરા વડે બાળકના ગળે ટોપ દે છે; તેથી તે મૃત્યુ પામે છે. (When the child is born, they place the navel string on its mouth, when it expires.*
આ પત્રવ્યવહાર સન ૧૮૦૭ માં થયો હતો, તે પછી એ ચાલ સદંતર બંધ પડી ગયું છે એ ખરું; તોપણ છોકરીના જન્મ પ્રતિ તિરસ્કાર અને અણગમાની લાગણી પરાપૂર્વથી ઉતરી આવતી હિંદુ સંસારમાંથી સમૂળગી નાશ પામી નથી અને છોકરીનો જન્મ સાંભળીને આસપાસના સૌને હજી સુગ ચઢે છે એ સખેદ નોંધવું જોઈએ
“In some castes the arrival of the girl is so much a matter of bad augury that the neighbours turn their noses in all directions to manifest their disgust and indignation, and even the mother herself begins to disregard her infantile needs and requests.x"
એવોજ નિર્દય અને ઘાતકી ચાલ સતી થવાને હત; કરીને જન્મતાંજ સ્તને અફીણને પાસ આપી દૂધ પીતી કરવી અથવા તે તેના ગળે ટેપ દે, એનું દુઃખ સતી થતી સ્ત્રીની વેદનાના અને ભયંકરતાના પ્રમાણમાં અલ્પ કહેવાય. પતિની પાછળ જીવતા, અનિચ્છાએ, સળગતી ચિતા પર ચઢી બળી મરવું, એથી વિશેષ સમ્ર બીજી ક્યી નરક્યાતના સંભવે ? પ્રાચીન કાળમાં રાજા રાણીના મૃત્યુ પાછળ એમનાં દાસ દાસીઓ આપઘાત કરતાં; એનું અનુકરણ માત્ર આ પ્રથા અમને લાગે છે. આમાં આત્મઘાત છે; આમાં સ્ત્રીનું ખુન થાય છે. બીજા પ્રાંત કરતાં બંગાળમાં આ પ્રથા વધારે જોરમાં પ્રચલિત હતી; અને દેશમાં રાજા રામમોહનરાયે અનેક સુધારા કરવાની પહેલ કરી હતી તેમ એમની પ્રેરણા અને પ્રયત્નથી લૈર્ડ બેન્ટિકે સન ૧૮૨૯માં સતી થવાનો રિવાજ બંધ પાડ્યો હતો?
જ P. 828.
* Legal Aspects of Social Reform, p. 18 by Paul Appaswamy.
? આ વિષય પર વધુ માહિતી માટે રાજા મહાયના લેખ સંગ્રહમાં એમના બે લેખે આપેલા છે તે જિજ્ઞાસુએ જોઈ લેવા.
[The English works of Raja Ram Mohan Roy, Panini Press, 1906]