Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૪
કંપની સરકારની પશ્ચિમ હિંદુસ્તાનમાં સર્વોપરિ સત્તા સ્થપાઈ ન હતી; હજુ તેમને પગદડે પૂરે જામ્યો ન હત; પણ જાડેજા રજપૂત અને બીજી જાતોમાં છોકરીઓને દૂધ પીતી કરવાનો જે જંગલી અને ઘાતકી ચાલ પ્રવર્તત તેની જાણ થતાં તે અટકાવવાને અંગ્રેજી અમલદારોએ મક્કમપણે કામ લીધું હતું. એ વિષયને લગતે પત્રવ્યવહાર સરકારી દફતરમાં સંગ્રહાયેલો છે. હિન્દુ સમાજના અભ્યાસી માટે તે વૃત્તાંત કિંમતી છે. તેમાંથી વિષય પર થોડોક ભાગ આપીશું: “તેજાજી ઠાકોર તરફથી કચ્છ માંડવીને સુંદરજી શિવજી વકીલ માગણી કરે છે, કે “બાબાજીએ લીધેલું ગામ વડોદરા જવા નિકળે ત્યારે મને પાછું સંપશો તો છોકરીને દૂધ પીતી કરવાનું ચાલ બંધ પાડવા હું કબુલ થઈશ,” પણ એ ઉમરાવ ખમીરને અંગ્રેજ ઓફિસર તેને સામો જવાબ આપે છે કે-“છોકરીએને દૂધ પીતી કરવાના ચાલને ત્યાગ કાંઈ પણ સરત વિના કરે જોઈએ; તે ત્યાગ સ્પષ્ટ, સ્વેચ્છાથી, હદયની લાગણીથી, કશી મર્યાદા વિના થે ઘટે છે.”
એ ચાલની વિગત નીચે પ્રમાણે વર્ણવવામાં આવી છે
જાડેજા રાજપૂતની સ્ત્રીઓને છોકરી અવતરે છે ત્યારે માની આસપાસની સ્ત્રીઓ ઘરના વડિલ પુરુષ પાસે પહોંચે છે અને તે વડિલ, છોકરીના બાપ પાસે તેમને મોકલે છે; અને બાપ તે બાઈઓને પરંપરાથી થતું આવ્યું હોય તેમ કરવા જણાવે છે, તે બાઈઓ પાછી મા પાસે આવે છે અને તેને જાતિના ચાલ મુજબ વર્તવાનું સૂચવે છે. મા તે પછી સ્તનના જ સરખાવોઃ પ્રચલિત લોકગીતની પંક્તિઓ:
“ટુંપો ન દીધે દાઇએ, કરી દુધ પીતી,
ઘળી ગળથુલીમાં કીધાં છે ન વિખડાં–હજી છે.” † Provided you will cause the village which Babajee has taken to be restored, when you leave the country to go to Baroda; then my consent to the relinquishment of infanticide is given."
The relinquishment of the custom must be unconditional; it must be clear, and from the heart and withont any reservation.
[ Selections from the Rec„rds of the Bombay Government No. XXXIX in two pars, pt. 2, p. 366. ]