Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૨.
સોસાઈટી ઝાઝું કરી શકે એમ નહોતું, તે પણ શાળા અને પાઠશાળામાં દેશી ભાષાને અભ્યાસ દાખલ કરવા સન ૧૮૮૮ માં સાઈટીએ, પ્રાંતના જુદા જુદા અગ્રગણ્ય અને પ્રતિષ્ઠિત વિદ્વાન અને કેળવણી નિષ્ણાતેના અભિપ્રાય મેળવીને એક નિવેદન ( memorial) મુંબઈ યુનિવર્સિટીને મેકલી આપ્યું હતું. એ વિષે સન ૧૮૮૮ ના વાર્ષિક રીપોર્ટમાં નીચે પ્રમાણે હકીકત નોંધી છે
યુનિવર્સિટીની પરીક્ષાઓમાંથી “ચાલતી દેશી ભાષાઓ” બાતલ કરવાથી વિદ્યાર્થીઓ પરભાષામાં પ્રવીણ થવા છતાં, પિતાની જન્મભાવાનું પૂરતું જ્ઞાન મેળવી શકતા નથી; તે માટે આગલા સાલમાં દેશી ભાષાઓ પરીક્ષામાં દાખલ કરવાને યુનિવર્સિટી ઉપર મેમેરિયલ જૂદા જૂદા વિદ્વાનોના અભિપ્રાય લઈ મોકલવાનું ઠરાવ્યું હતું, તે ઠરાવને અનુસરી મેરિયલને ખરડે છપાવી જૂદા જુદા વિદ્વાને પર અભિપ્રાય સારૂ કહ્યું અને તે ગૃહ તરફથી જે સૂચનાઓ થઈ હતી તે પ્રમાણે યોગ્ય સુધારે કરીને આ સાલમાં એ મેરિયલ યુનિવર્સિટી પર મેકલાવ્યું છે.* ' યુનિવર્સિટીએ એ મેરિયલ સોસાઈટીને શો જવાબ આપ્યો તે જાણવામાં નથી, પણ તે પછી દશે વર્ષે સન ૧૮૯૮ માં દીવાન બહાદુર મણિભાઈ જશભાઈએ એક મેમોરેન્ડમ ઘડી, શાળામાં માતૃભાષા દ્વારા શિક્ષણ આપવાની માગણી કરી હતી; તેમ તેમાં વેપાર ઉદ્યોગ અને ધંધા હુન્નરનું સાહિત્ય ગુજરાતીમાં દેશી ભાષામાં રચાવાની અગત્ય દર્શાવી હતી. એમના મુદ્દાના સમર્થનમાં અનેક દાખલા દલીલો ટાંકી, સંખ્યાબંધ મોટા પ્રસિદ્ધ પુરુષોના અભિપ્રાય નોંધ્યા હતા. એમની માગણું વાજબી હતી. શિક્ષણનો એજ સ્વાભાવિક ક્રમ હતો, પણ તે પછીનાં વર્ષોમાં શિક્ષણ પૂર્વવત ઈગ્રેજીદ્વારા અપાતું રહ્યું હતું તે જોતાં એ પ્રયાસનું, એમ સમજાય છે કે, ઇચ્છિત પરિણામ આવ્યું નહિ. તોપણ તે અરસામાં સ્વર્ગસ્થ ન્યાયમૂર્તિ રાનડેના ખંતપૂર્વક પ્રયત્નથી યુનિવર્સિટીને એમ. એ. ના અભ્યાસક્રમમાં દેશી ભાષાને સ્થાન આપવાની ફરજ પડી. યુનિવર્સિટીએ છેવટની 1 * વાર્ષિક રીપોર્ટ, સન ૧૮૮૮, પૃ. ૧૯..
+ A memorandum of our Vernaculars as medium of elementary instruction and the development of vernacular literature with special reference to techanical literatureby Diwan Bahadur Manibhai Jasbhai. ·