________________
અને બુદ્ધિની નવરાશ જેમની પાસે વધી પડે છે તેઓ કૃત્રિમતા ભલે કેળવે. પારમાર્થિક સંતે કલ્યાણની ઉત્સુક એવી પ્રજાને સીધી રીતે જ કથાવાર્તા અને દાખલા દલીલ દ્વારા ઉપદેશ કરે છે. દરેક જમાનાએ આવાં મૂળ લખાણ તરફ જ ફરીફરી ધ્યાન દેવું જોઈએ. સાધુજીવનનું શાસ્ત્ર પણ સાદુ જ હોય છે, એ વિશ્વાસથી શાસ્ત્રગ્રંથ વાંચવા જોઈએ. શાસ્ત્રગ્રંથે આગળ આપણે ભક્તિનમ્ર જરૂર થઈએ. પણ પગરખાં જેમ મંદિર બહાર રખાય છે, તેમ શાસ્ત્રના અધ્યયન વખતે સાદી સમજણ કેરે રાખવાની ભૂલ આપણે કઈ કાળે નહિ કરીએ.
આ ધર્મકથાઓમાં ઈશુખ્રિસ્તની બેધડ્યા (પેરેબલ્સ)ની પેઠે સહેલું લકકાવ્ય છે. જીવનને અઘરે અનુભવ સહેલે કરવા પૂરતું જ એ કથાઓનું પ્રયોજન હેાય છે. ધર્મજિજ્ઞાસુ અને ધર્મસાધક સહેલાઈથી એમાંથી જેટલું ગ્રહણ કરી શકે એટલે જ બોધ એમાં છે એમ માનીને આપણે આગળ ચાલવું જોઈએ. જીવન એ વસ્તુ જ ગહન રહસ્યવાળી છે. આધ્યાત્મિક અનુભવ તે ઈદ્રિયાતીત અને અનિર્વચનીય હેય છે એટલે એ વિશદ કરવા માટે રચેલી અથવા કહેલી ધમકથાઓમાં કાંઈક ગૂઢભાવ તે હોવો જ જોઈએ. પણ એ ગૂઢતા ભાષાની નથી હોતી એટલે વિશ્વાસ આપણે રાખો જોઈએ.
આધુનિક કળારસિકોની દષ્ટિએ આ ધર્મકથાઓ આપણે તપાસવા બેસીએ તે આપણને તે ન શોભે. મંદિરે દર્શન માટે ગયા હોઈએ તો તે વખતે આસપાસના થાંભલાની કારીગરી ઉચ્ચ કેટિની છે કે સામાન્ય કોટિની એટલું જ તપાસનાર માણસ ભક્ત નથી, પારમાર્થિક નથી. આ ધર્મકથાઓમાં જે મુખ્ય વસ્તુ તરી આવે છે તે પાપ અને પ્રમાદમાં ડૂબી જનાર છને ઉદ્ધાર કરવા માટે તલસતું પરમકારુણિક હદય છે. સાંભળનારની રુચિ પ્રમાણે જાતજાતના રસ કે રંગ એમાં પૂર્યા હોય, તેવે મૂળ ઉપદેશકનો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org