________________
જ્યોતિષના, રષ્ટિઉત્પત્તિના, ઈતિહાસભૂળના, વૈદકના કે સામાજિક વ્યવસ્થાના જેટલા ઉલ્લેખો હોય તે બધા જેવાને તેવા જ સ્વીકારવા જોઈએ, એમાં જ નિકા કે વફાદારી રહેલી છે એમ લોકે માની બેસે છે. અને એકવાર એ વરતુ માની લીધી કે પછી અંદર અંદરનો પરસ્પર વિરોધ હોય તો તેને પરિહાર કરવાનું, પ્રત્યક્ષ અનુભવ વિરુદ્ધ જતો હોય તો એમાંથી આધ્યાત્મિક અર્થ કાઢવાનું, ઈતિહાસથી વિસંગત વાત આવતી હોય તો કલ્પભેદની વ્યવસ્થા કરવાનું, નીતિવિરુદ્ધ કાંઈ દેખાતું હોય તો તેના પૂર્વજન્મના સંબંધથી સમર્થન કરવાનું એક મેટું શાસ્ત્ર ઉત્પન્ન થાય છે. એકાક્ષરી કોષ, વ્યાકરણ અને તર્કને જેરે શબ્દોમાંથી ગમે તે અર્થ ખેંચી કાઢવાનું શાસ્ત્ર તો વળી જુદું. મૂળ એક ખોટી માન્યતાના આગ્રહને વળગવાથી આ બધી અનર્થપરંપરા ઉત્પન્ન થાય છે. પાર્વતી-gશ્વરમાં વૈષ્ણવ સંપ્રદાયને સંતોષ નથી એટલા ખાતર વાવેત–રમેશ્વરી એવો વિગ્રહ કરવા જે તૈયાર થાય છે, તેમની સત્યનિષ્ઠા અને સાહિત્યરસિકતા વિષે શું કહેવાય?
એમાં વળી જૂના લેખકોને કેક કોક વાર ફૂટ શૈલીમાં લખવાની પક્ષપ્રિયતા થઈ આવતી; એટલે શાસ્ત્રનો અર્થ કરવાની મુસીબતેનો તો પાર ન મળે.
શાસ્ત્રને જેમ જેમ વિસ્તાર થતો જાય છે, તેમ તેમ મૂળ એક કોરે રહી જાય છે અને ટીકાકારે પોતાની માન્યતાઓમાં અને પિતાની તર્કપદ્ધતિમાં અટવાઈ જાય છે. આ કારણે પણ ધર્મશાસ્ત્રનું અધ્યયન કાંટાળું અને કંટાળાભરેલું થઈ ગયું છે. એમાંથી ઊગરી જવાનો રસ્તો એક જ છે કે મૂળ ઝરણાંરૂપ આદ્ય ધર્મગ્રંથ સ્વાભાવિક બુદ્ધિથી સરળ અર્થમાં જોઈ લેવા અને પિતાના જીવનને સદાચાર તરફ વાળવાના પ્રયત્નની દષ્ટિએ એમને ભાવ ગ્રહણ કરે. સદ્દભાગ્યે ધર્મસંસ્થાપકે આમપ્રજામાં રહી એમને જ દોરતા હેવાથી અત્યંત સાદી શિલીમાં બેલે છે અથવા લખે છે. જીવનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org