________________
લોકે સંવાદના સ્વતંત્ર સંગ્રહ કરતા હતા. સંતો તો ગાથા અને ભજનમાં જ બેસે એટલે એમની વાણી એ રીતે અમર રહેતી. સંવાદમાં પ્રામાણિક અતિહાસિક વાતાવરણ જાળવવું જોઈએ અને બની શકે તે નાટ્યશેલીનું અવલંબન કરી પ્રત્યક્ષ વાતાવરણ ઊભું કરવું જોઈએ. પણ જૂના જમાનામાં એવો આગ્રહ કેળવે નહિ હોવાથી સંવાદો પણ વચમાં વચમાં વાર્તાશેલી ધારણ કરે છે અને વચમાં વચમાં તાર્કિક વિવેચનનું રૂપ લે છે.
મૂળ ધર્મસંસ્થાપક અને આધ્યાત્મવીર સાધનાની ઉત્કટતામાં જીવન વ્યતીત કરે છે. પોતાની પાછળ રમણીય શૈલીનું સાહિત્ય મૂકવાને બદલે રમણીય આચરણવાળા જીવતા શિષ્યને મૂકવાને એમને આગ્રહ વધારે હોવાથી એમને ઉપદેશ તેમજ એમના જીવનપ્રસંગે એમની પાછળ ઘણે વરસે નોંધાય છે. આવી નેંધે, બંધ આપનારની વિભૂતિ કરતાં તે ઝીલનારની પાત્રતા ઉપર જ અવલંબે છે. તેથી પહેલવહેલી નોંધો જે લોકે આપણે માટે મૂકી જાય છે તેમના સંજોગો, તેમની વૃત્તિઓ અને તેમની શક્તિ અને અભિરુચિ એ બધાની અસર ધર્મગ્રંથ ઉપર પડે છે.
આવી ને ધર્મના આદ્યગ્રંથ હેવાથી એમના પ્રત્યે ભક્તિની પરાકાષ્ઠા હેવી એ તો સ્વાભાવિક છે; પણ કેકકેક વાર તો આવી ભક્તિ ગ્રંથોની દુર્દશા પણ કરી મૂકે છે. ધર્મ એ વસ્તુ અનાદિ સનાતન છે, અપૌરુષેય છે, તે કઈ કાળે કાળગ્રસ્ત ન થઈ શકે; માટે એવા ધર્મના મૂળ ઝરણારૂપ જે ગ્રંથ સ્વીકારાય છે તે સંથે, તેમની ભાષા, એમની વાક્યરચના બધું જ અનાદિ છે, અપૌરુષેય છે, એમ માનવા તરફ માણસને ઉત્સાહ ઢળે છે. ધર્માનુભવ સનાતન છે, નિબ્રીત છે, ત્રિકાલાબાધિત છે એ વાત સાચી છે, પણ તે ઉપરથી જેમણે ધર્માનુભવ લીધે છે એમના ઉગારે અને એમની માન્યતાએ એમના ભક્ત શિષ્યોએ જેવી નવી હશે તેવી પણ અપૌરુષેય છે એટલું જ નહીં પરંતુ તે પણ નિર્ભીત છે, એમાં આવેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org