________________
દવિધસામાચારીનું સ્વરૂપ (નિ. ૬૬૬-૬૬૭)
षड्विंशतितमादुत्तराध्ययनात्स्वल्पतरकालप्रव्रजितपरिज्ञानार्थं निर्व्यूढेति । पदविभागसामाचार्य्य छेदसूत्रलक्षणा नवमपूर्वादेव निर्व्यूढेति गाथार्थः ॥
साम्प्रतमोघनिर्युक्तिर्वाच्या, सा च सुप्रपञ्चितत्वादेव न विव्रियते, साम्प्रतं दशविधसामाचारी
स्वरूपदर्शनायाह
इच्छा मिच्छा तहाकारो, आवसिया य निसीहिया ।
आपुच्छणा य पडिपुच्छा छंदणा य निमंतणा ॥ ६६६ ॥ उवसंपया य काले, सामायारी भवे दसहा ।
૧૩
5
एसिं तु पयाणं पत्तेय परूवणं वोच्छं ॥ ६६७ ॥ दारगाहाओ ||
व्याख्या : एषणमिच्छा करणं कारः, तत्र कारशब्दः प्रत्येकमभिसम्बध्यते, इच्छयाबलाभियोगमन्तरेणं करणम् इच्छाकारः इच्छाक्रियेत्यर्थः, तथा चेच्छाकारेण ममेदं कुरु इच्छाक्रियया 10 न च बलाभियोगपूर्विकयेति भावार्थ: १, तथा मिथ्या- वितथ ( ग्रन्थाग्रं - ६५०० ) मनृतमिति पर्यायाः, मिथ्याकरणं मिथ्याकारः, मिथ्याक्रियेत्यर्थः तथा च संयमयोगवितथाचरणे विदितजिनवचनसाराः साधवस्तत्क्रियाया वैतथ्यप्रदर्शनाय मिथ्याकारं कुर्वते, मिथ्याक्रियेयमिति हृदयं २, तथाकरणं तथाकारः, स च सूत्रप्रश्नगोचरो यथा भवद्भिरुक्तं तथेदमित्येवंस्वरूपः ३, ઓધસામાચારીને ઓનિ.નામના જુદા ગ્રંથમાં મૂકી દીધી, જેથી તરત ભણી શકાય. તેમ 15 ઉત્તરા.સૂત્ર તો યોગાદ્વહન કર્યા પછી જ ભણાય. દવિધસામાચારીનું જ્ઞાન તે પૂર્વે પણ જરૂરી હોવાથી, તેને જુદી કરી.) છેદસૂત્રરૂપ પદવભાગસામાચારી પણ નવમાપૂર્વમાંથી જ ઉદ્ધૃત કરવામાં આવી છે. ૬૬૫
અવતરણિકા : પ્રથમ ઓઘનિર્યુક્તિ કહેવા યોગ્ય છે અને તે સારી રીતે વર્ણન કરાયેલ હોવાથી અહીં કહેવાતી નથી. હવે દશવધસામાચારીનું સ્વરૂપ બતાવવા માટે કહે છે → 20 ગાથાર્થ : ઇચ્છા, મિચ્છા, તથાકાર, આવત્સહિ, નિસીહિ, આપૃચ્છના, પ્રતિકૃચ્છા, છંદના, નિમંત્રણા અને ઉપસંપદા. આ પ્રમાણે કાળને વિશે દશ પ્રકારની સામાચારી છે. આ પદોની જુદી જુદી પ્રરૂપણા કહીશ. (આ બંને દ્વારગાથાઓ છે.)
ટીકાર્થ : ઇચ્છવું તે ઇચ્છા, કરવું તે કાર, તેમાં “કાર” શબ્દ દરેક પદો સાથે જોડવો, ઇચ્છાવડે અર્થાત્ બળજબરી વિના જે કરવું તે ઇચ્છાકાર અર્થાત્ ઇચ્છાપૂર્વકની ક્રિયા. ભાવાર્થ 25 એ છે કે “આપની ઇચ્છા હોય તો મારું આ કાર્ય કરો” આ પ્રમાણેની ઇચ્છાક્રિયાવડે, નહીં કે બળજબરીવડે (પોતાના કાર્યને કરી આપવા માટેની સામેવાળાને જે પ્રાર્થના તે ઇચ્છાકાર સામાચારી છે) (૧). તથા મિથ્યા, વિતથ, અમૃત-આ શબ્દો પર્યાયવાચી શબ્દો છે. મિથ્યાકરણ તે મિથ્યાકાર અર્થાત્ સંયમયોગોનું ખોટી રીતે આચરણ થતાં જિનવચનના રહસ્યને જાણનારા સાધુઓ “તે આચરણ ખોટું છે' એવું જણાવવા માટે મિથ્યાકાર (મિચ્છામિ દુક્કડં) કરે છે (૨). 30 તત્તિનું કરવું તે તથાકાર છે અને તે તથાકાર સૂત્રસંબંધી પ્રશ્નવિષયક “આપનાવડે જે રીતે કહેવાયું