________________
હિંસાકમ
ભીંગારક, કેણાલગ, જીજીવક, તેતર, વર્તકા, લાવે, કર્યાંજલ, હોલા, કાગ, પારેવા, ચીડ, કંક, કુકડા, મેસર, નાચનારા મેર, ચકેર, હયપુંડરીક, કરકરક, સીંચાણ, કાગડા, વિહંગ, ભેણાસી, ચાસ, વડવાગોળ, ચામાચીયાં, વિતતપંખી, એ વગેરે ખેચર પક્ષીના ભેદ,
ઉપર કહ્યા તે જળચર, સ્થળચર, ખેચર, અને પંચેન્દ્રિય પશુના સમૂહને હણે, બેઈન્દ્રિય, ત્રી ઇન્દ્રિય, અને ચૌરેન્દ્રિય જીને હણે, વિવિધ પ્રકારના જીને હણે કે જેમને પોતાનું જીવિત વહાલું છે અને મરણના દુઃખથી ત્રાસે છે. એ બિચારા રાંક જીવને ક્રૂર કર્મ કરનારાઓ
હિંસાનાં કારણે
તેઓ એ પ્રાણીઓને જે જે કારણે કરીને હણે છે, તે કારણે નીચે મુજબ છે –ચામડાં, ચરબી, માંસ, મેંદ, લેહી, જમણુ પાસાની ગંઠ, ફેફસાં, મગજ, હૃદયનું માંસ, આંતરડાં, પિત્ત, ફેફસ (શરીરની અંદરનું અવયવો, દાંત, હાડકાં, હાડકાંની અંદરની મજજા, નખ, આંખ, કાન, ન, નાક, નાઈ, શીંગડાં, દાઢ, પાંખ, વિષ, હાથીદાંત, અને વાળને માટે પંચૅક્રિય જીવને હણે છે.
ભ્રમર, મધુકર વગેરે ચૌરિંદ્રિય જીવના સમૂહના મધુરા રસમાં ગૃદ્ધ થએલાઓ ચૌરિદિચ જીવોને હણે છે. તેવી જ રીતે શરીરના રક્ષણને અર્થે ઉઘને અર્થે રાંક ત્રીદિય જીવે (જૂ-માંકણ ઈત્યાદિ)ને હણે છે. વસ્ત્રને