Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra
Author(s): Chotalalmuni
Publisher: Nathalal Dahyabhai Shah

View full book text
Previous | Next

Page 163
________________ અપરિગ્રહ ૧૪૩ રાત્રિ-દિવસ અપ્રમત્ત થઈને નિરંતર મૂકવાં તથા લેવાં. મોક્ષના સાધકનાં લક્ષણે. એ રીતે જે સંયમવંત છે, વિમુક્ત છે, નિસંગ છે, પરિગ્રહરહિત રૂચિવાળા છે, મમતારહિત છે, સ્નેહબંધનરહિત છે, સર્વ પાપથી વિરત છે, વાંસલે કરી છે તેને અને ચંદનને લેપ કરે તેને (અપકારીને તેમજ ઉપકારીને) સમાન ગણનારા છે, તૃણુ-મણિમુક્તા–પાષાણુ-કંચનને એકસરખાં માનનારા છે, માન તથા અપમાનને સરખાં માનનારા છે, (પાપ રૂપી) રજને ઉપશમાવનારા છે, રાગદ્વેષને શમાવનારા છે, (પાંચ) સમિતિએ સમિત છે, સમ્યક્ દષ્ટિવંત છે, સર્વ પ્રાણભૂતને સમાન માનનારા છે, તે નિશ્ચચે સારુ ધુઓ છે, શ્રતને ધારણ કરનારા છે, ક્રિયાને વિશે ઉદ્યમવિત–આળસરહિત છે, સંયતિ છે. વળી એવા મોક્ષના સાધક (સુસાધુ) છે; તેઓ સર્વ ભૂતે (પૃથ્વી આદિ) ના શરણ રૂપ, સર્વ જગતના વાત્સલ્યકારી, સત્યભાષક, સંસારમાં સ્થિત હોવા છતાં સંસારને સમુછેદ કરનારા, સદા મરણના પારગામી, સર્વના સંશયને ટાળનારા, આઠ પ્રવચનમાતા (પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ)એ કરી આઠ કર્મની ગ્રંથીના વિમોચક (છોડનારા-મૂકનારા), આઠ મદનું મર્દન કરનારા, સ્વસમયકુશળ ( સ્વસિદ્ધાતનિપુણ ), સુખદુઃખને વિષે હર્ષ-વિષાદથી રહિત, બાહ્ય તથા આત્યંતર તપ રૂપી ઉપધાનને વિષે સુપ્ટપણે ઉદ્યુત (સાવધાન), સમાવંત, ઈદ્રિયોને દમનારા, (સર્વ જીના) હિતને વિષે તત્પર, ઇર્ષા સમિતિ–ભાષા સમિતિ-એષણા સમિતિ–

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183