________________
૧૫૦
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
નાર, સાધુ, મન-વચન-કાયાને સંવૃત્ત કરનાર અને ઇન્દ્રિચેનું રંધન કરનાર હાઈ ધર્મને આચરે છે.
ત્રીજી ભાવનાએ ધ્રાણેદ્રિ (નાસિકાએ) કરીને મને તથા ભદ્રક (મધુર) ગંધ લેતાં તેને સંવૃત્ત કરવી. (તે ગંધ કેવી) જળ, સ્થળ, સરસ ફૂલ, ફળ, પાણી, ભેજન, કેઠ (ઉપલેટ), તગર, (તમાલ) પત્ર, સુગંધી છાલ, દમનક (એક જાતનાં ફૂલ), મર, એલચી, જટામાંસી, સરસ ગશીર્ષ ચંદન, કપૂર, લવંગ, અગુરૂ (કાળું અગર), કંકુમ (કેસર), કક્કોલ (એક જાતનું સુગંધી ફળ), સુગંધી વાળા, વેત ચંદન, સુગંધી દ્રવ્યથી ચુકત ધૂપ-વાસ જે ઋતુકાળે ઉપજીને દિશાઓમાં ઘણે દૂર સુધી પ્રસરે છે, એવી અને બીજા અનેક પ્રકારની મનેઝ તથા મધુર બંધને વિષે સાધુએ સંગ કરે નહિ, રાગ–ગૃદ્ધિ-મેહ–લોભ-તેષહાસ્ય-મરણાદિ કરવાં નહિ, અને તેને વિષે મતિ કરવી નહિ. વળી સાધુએ નાસિકાએ કરીને અમનેશ તથા પાપના કારણરૂપ છે, જેવી કે મરેલા સપ, ઘોડા, હાથી, ગાય, વરૂ, શ્વાન, શિયાળ, મનુષ્ય, બીલાડ, સિંહ, દીપડા ઈત્યાદિનાં કલેવર કેહેલાં, છિન્ન-ભિન્ન થએલાં, જીવડાં પડેલાં હોય અને તેમાંથી દુધ નીકળતી હોય તેને વિષે, દુર્ગધી ભોજનને વિષે અને બીજી અનેક પ્રકારની અમનોજ્ઞ અને પાપરૂપ દુર્ગને વિષે સાધુએ શિષ-હેલણ–નિંદા– વકતા-છેદન-ભેદન–જુગુ ઇત્યાદિ સ્વ-પરના આત્મા અર્થે કરવાં નહિ. એ પ્રમાણે બ્રાદિય ભાવનાથી જે ભાવિન થાય છે તેને અંતરાત્મા મને જ્ઞ-અમનેશ અને