________________
૧૫૪
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
પાળવાગ્ય, અતિચાર ટાળી શુદ્ધ કરવાચોગ્ય, પાર ઉતારવાગ્ય, અન્યને ઉપદેશવાગ્ય, અનુપાલન કરવાગ્ય અને આજ્ઞાનુસાર આરાધવાચોગ્ય છે. એ પ્રમાણે જ્ઞાતપુત્ર શ્રી મહાવીર ભગવાને ઉપદેર્યું, પ્રરૂપ્યું અને પ્રસિદ્ધ કર્યું છે; એવું આ સિદ્ધ શાસન પૂજનીય, સદુપદેશિત અને પ્રશસ્ત છે. ઉપસંહાર.
હે સુવત! (જંબ!) એ પાંચ મહાવ્રતે સેંકડે હેતુપૂર્વક વિચિત્ર પ્રકારે અરિહંતના શાસનમાં વિસ્તીર્ણ કરીને કહેલાં છે. પાંચ સંક્ષેપે કહેલા સંવર વિસ્તારે કરીને પચીસ ભાવના અને પાંચે સમિતિ સહિત સદા ચતના, (સંયમ પાળવાની ઘટના અને વિશુદ્ધ (નિર્મળ) દર્શન સહણાએ કરીને આચરનાર સંયતિ ચરમ શરીરને ધારણ કરનાર થશે. (નિર્મળ સંવરને પ્રતિપાલક આ જ ભવે મેક્ષને પામશે.)
ઈતિ સંવર દ્વારા સમાપ્ત
શાર્દુલ શ્રી લાધાજી ગુરૂ–પ્રસાદ સુખદા પાપે ઉમંગે ૪૬, તેમાંથી રસબિંદુ એક ગ્રહોને આહીં પ્રદે ધરું, ચાતુર્માસ નિધિ વર્ચે નિધિ ચૅર્મિચારૂ શરપૂર્ણિમા પ્રશ્નવ્યાકરણાનુવાદ અમદાવાદે કરી પૂર્ણતા.
છે શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સમાપ્ત છે