Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra
Author(s): Chotalalmuni
Publisher: Nathalal Dahyabhai Shah

View full book text
Previous | Next

Page 160
________________ ૧૪૦ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર નહિ, તેના પરિગ્રહથી) જીવ-જગતનું ઉત્પત્તિસ્થાન સમુછિન્ન થાય તે કારણથી શ્રમણસિહ (મુનિપુંગવે વજે છે. વળી રાંધેલા ચોખા, બાફેલા અડદ, ગંજ (એક પ્રકારની ખાદ્ય વસ્તુ), સાથે, બોરકુટ (અથવા દહીંને મર), સેકેલું ધાન્ય, તલવટ, મગ વગેરેની દાળને બનાવેલે પદાર્થ જેમાં વિકૃતિ પિદા થાય તે), તલપાપી, વેડમી રોટલી, મીઠા રસમાં બનેલાં પકવાને (જેવા કે ગુલાબ જાંબુ, સુરખ્ય વગેરે), ચૂર્ણ કેશક (જેમાં મીઠાં ચૂર્ણો–પદાર્થો ભરેલા હોય તે, જેવાં કે ઘારી-ઘુઘરા–કચેરી વગેરે), શિખંડ, દાળનાં વડાં, દક-લાડવા, દૂધ, દહીં, ઘી, માખણ, તેલ, ગોળ, ખાંડ, સાકર, મધ, મદ્ય, માંસ, ખાજા, વિવિધ પ્રકારની ચટણી–અથાણાં-રાઈતાં, ઈત્યાદિ પ્રણીત રસયુક્ત પદાર્થો ઉપાશ્રયમાં, પરઘેરમાં અથવા અર યમાં સાધુઓ પાસે રાખવાં (કે સંગ્રહ કરવાં–પરિગ્રહવા) કપે નહિ વળી જે સાધુને ઉદ્દેશીને કર્યું હોય, રાખી મૂક્યું હોય, રચ્યું તૈયાર કરી રાખ્યું હોય, પર્યવજાત કરી રાખ્યું હોય (પર્યાય અવસ્થાંતર કરીને રાખ્યું હોય, જેમકે દૂધ-ભાત એકઠાં કરી કરું તૈયાર કર્યો હો), સાંદુ પડતાં હોય તેવું કોઈ સાધુને અર્થે અંધારામાં અજવાળું કરીને આપવામાં આવેલું, ઉછીનું લઇ આપેલું, કાંઈક પિતાને અર્થે અને કાંઈક સાધુને અર્થ તેયાર કરેલું (મિશ્ર, સાધુ માટે વેચાતું લઈ રાખેલું, સાધુને મહેમાન * તે સમયે અન્યમતિ સાધુ-ગગી યાચદિમાં ચાલતા ભોજનસંગદાદિના વ્યવહાર ઉપર ધ્યાન આપીને ભગવાને આ નિષેધ ફરમાવ્યું છે.

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183