________________
૧૩૮
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (૩૪) બત્રીસ પ્રકારના સુરેદ્રશ્ન [૨૦ ભવનપતિ, ૧૦ વિમાનિક અને ૨ જ્યોતિષી, કુલ ૩૨]
એ પ્રકારે એકથી એક-એક વધારતાં તેત્રીસ એકાગ્ર ચિત્તે વિરમણ કરવા ચોગ્ય સ્થાનક છે તેને વિષે. અવિરતિને વિશે, અને બીજા પણ અનેક સ્થાનકે જે જિનભાપિત છે. સત્ય છે, શાશ્વત ભાવે કરી અવસ્થિત છે, તે સ્થાનકે-પદાર્થોને વિષે શંકા (સંદેહ), કાંક્ષા (અન્ય મતને અભિલાષ) નિરાકરીને-ટાળીને ભગવાનના શાસનને જે સારો કરીને માને છે, જે નિયાણ (નિદાન) રહિત છે, જે ગર્વ રહિત છે, જે લેપતાથી રહિત છે, અને જે મન-વચન-કાયાની ગુપ્તિ સહિત છે તે સાધુ છે. મહાવીર ભગવાનનાં વચનને અનુસરતા વિરતિના વિસ્તારરૂપ બહુવિધ પ્રકારવાળા, નિર્મળ સમ્યકત્વથી સુબદ્ધ મૂળવાળ, ધૃતિરૂપી કંદવાળે, વિનયરૂપી કયારા-વેદિકાવાળ, ત્રણે લોકમાં વિસ્તરેલ યશવાળ, જાડા–મોટા-સુજાત થડવાળ, પાચ મહાવ્રતરૂપી વિશાળ શાખાવાળા, ભાવનારૂપી છાલના અંતવાળ, શુભ ચાગ તથા જ્ઞાનરૂપી પલવ તથા સુંદર અંકુર ધારનાર, બહુગુણરૂપી પુછપથી સમૃદ્ધ, શીલરૂપી સુગંધવાળ, અનાસવરૂપી ફળવાળે, મોક્ષરૂપી બીજથી યુક્ત એવો સંતરરૂપી તરૂવર મેરૂ પર્વતના શિખરની ચૂલિકાની પેઠે મેક્ષના બીજરૂપ મુક્તિ (નિલેતા ) માર્ગના શિખર ઉપર વિરાજી રહ્યો છે.
હ અહી અનુકમ જોતાં ૩૪ પ્રકારના જોઈએ, પરંતુ સૂત્રમાં વસ્તુતઃ ૩૨ લુમ પડે છે, બીજા ગ્રંથોમાં કોઈ સ્થળે ૩૪ ની સંખ્યા દેખાડે છે.