________________
૩૨.
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
ફળ-કુલ, કંદ, મૂળાદિ પાકી નીકળ્યાં છે માટે તે સગાંસંબંધીઓને માટે લઈ લે અને સંગ્રહ કરે; ડાંગર, ચોખા, જવ વગેરે લણા, ખંડા, ઉપણા અને જલ્દી કેકારમાં ભરે; નાનાં-મોટાં વહાણેના સાથને હણો-લૂટ, લશ્કર લઈને નીકળો, ઘોર જંગલમાં જાઓ, લડાઈ ચલાવે, બાળકને ગાડાં વગેરે હાંકતાં શીખો, મુંડન-વિવાહ-યજ્ઞાદિ અમુક દિવસે કરો કારણકે તે દિવસ સારે છે, કરણમુહૂર્ત નક્ષત્ર-તિથિ સારાં છે; આજે સ્નાન કરે, આનંદ પૂર્વક ખાઓ-પીઓ, ન્હાઓ-ધુઓ, મંત્ર-મૂલાદિથી સંસ્કારિત કરેલા જાળવડે સ્નાન કરે, શાન્તિ-કર્મ (હવના દિ) કરો, સૂર્યચંદ્રના ગ્રહણનાં ફળ તથા માઠાં સ્વપ્નાદિનાં ફળ આવાં છે એમ કહે, સગાં-વહાલાં માટે, પોતાના જીવનની રક્ષા માટે (બકરાં વગેરેના) સસ્તકને ભેગ ચંડિકાદિ દેવદેવીઓને ચડાવે, કટ નિવારવા નિમિત્તે વિવિધ પ્રકારની ઔષધીઓ, મદિરા, માંસ, લક્ષ્યાનપાન, પુષ્પમાળા, ચંદનાદિનો લેપ દેને ધરે, ઉજવળ દીવો કરે, સુગંધી ધૂપ સળગાવે, ફુલ-ફળથી સંપૂર્ણ એવી દેવતાની પૂજા કરે, અને એમ બહુવિધ હિંસાથી વિદને ટાળે વિપરીત પ્રકારના ઉત્પાત, ભુંડા સ્વપ્નાં, માઠાં શકુન, ગ્રહની માઠી ચાલ, અમંગળ નિમિત્તના દેશ, એ બધું નિવારવાને માટે અમુક પ્રકારના હિસક અનુષ્ઠાન કરે; અમુકની આજીવિક કાપી નાખે, એને કશું પણ દાન આપશે નહિ, ભલે માર્યો, ભલે છે, ભલે ભે; આ પ્રમાણે વિવિધ. પ્રકારને પાપકારી ઉપદેશ કરનારાઓ મનવચન-કાયાએ. કરી મૃષાવાદનું પાપ કરે છે.