________________
અબ્રહ્મચય
તેઓ કેવા છે? તેએ પ્રવર પુરૂષ છે, મોટા મળ-પરાક્રમવાળા છે, માટા ધનુષ્યના ટંકાર કરનારા છે, મહા સત્તાહૅસના સાગર છે, પ્રતિસ્પર્ધીથી જીતી ન શકાય તેવા છે, ધનુર છે, પુરૂષામાં વૃષભ સમાન છે, એ રાસ (મળદેવ) અને કેશવ (વાસુદેવ) એ એ ભાઈ પરિવાર સહિત છે. વસુદેવ, સમુદ્રવિજય આદિ દસ દશાહ હૃદયના વલ્લભ છે; પ્રદ્યુમ્નકુમાર, પ્રદીપકુમાર, સાંખકુમાર, અનિરૂદ્ધૃકુમાર, નૈષધકુમાર, ઉશુકકુમાર, સારણ કુમાર, ગજકુમાર, સુસુખકુમાર, દુર્મુખકુમાર, આદિ યાદવાના સાડા ત્રણ કરોડ કુમારીના હૃદયના વલ્લભ છે, તથા દેવી રેાહિણી (અલદેવની માતા) અને દેવી દેવકી (કૃષ્ણની માતા)ના હૃદયને આનંદના ભાવ ઉત્પન્ન કરનારા છે. સેાળ હજાર પ્રધાન રાજાએ તેમની પાછળ પાછળ હીંડે છે, સાળ હજાર દેવીઆનાં નયન-હૃદયને વહાલા લાગે છે. નાના પ્રકારના મણિ, સુવર્ણ, રત્ન, મેાતી, પ્રવાલ, ધન, ધાન્ય વગેરે ઋદ્ધિના સંગ્રહથી તેમના કેાષાગાર ભરેલા છે. હજારો ઘેાડા, હાથી, રથના સ્વામી છે. હજારેા ગામ, આગર, નગર, ગામડાં, મંડપ, દ્રોણુમુખ, પાટણ, આશ્રમ, સંવાહ, ભયવર્જિત હાઇને સુખસમાધિ અને આનદ ભાગવતા વિવિધ લાકોથી ભરેલી પૃથ્વી, સરેાવર, નદી, તળાવ, પર્વત, કાનન, આરામ (મૃગીચા), ઉદ્યાનથી નેત્રને આનદ આપે છે, એવા અધ ભરતના તે સ્વામી છે. દક્ષિણા ભરત વૈતાઢય ગિરિથી વિભકત થએલા છે અને લવણુસમુદ્રથી ટ્વિટાઈ રહેલા છે, વળી છ પ્રકારની ઋતુ
૩