________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અદીનપણે, અવિમનસ્કપણે (આહાર ન મળતાં વિમનસ્ક ન થાય), અરૂણપણે, વિષવાદરહિતપણે, સંચમમાં ઉદ્યમવંત મનોયોગે કરી, યતનાએ કરી, (અમાસ) સંયમગની પ્રાપ્તિ કરી, વિનય-ક્ષમા આદિ ગુણે કરી ચુક્ત, એ પ્રકારે ભિક્ષેષણામાં ભિક્ષુ ઉદ્યમવંત રહે. આખા જગતના જીની રક્ષાને અર્થ, દયાને અર્થ, શ્રી મહાવીર ભગવાને એ પ્રમાણે પ્રવચન કરેલું છે. એ પ્રવચન આત્માને હિતકારક છે, જન્માંતરે શુદ્ધ ફળને આપનારું છે. આગામી કાળ કલ્યાણકારક છે, નિર્દોષ-શુદ્ધ છે, જાણ્યું છે, એક્ષપ્રાપ્તિ માટે સરલ છે, સર્વોત્તમ છે અને સર્વ દુઃખ-પાપને ઉપશમાવનારું છે. પાંચ ભાવનાઓ,
પહેલા પ્રાણાતિપાત વિરમણ વ્રતના રક્ષણને અર્થ પાંચ ભાવનાઓ છે. પહેલી ભાવનાએ સ્થાનમાં-સ્થિતિ કરવામાં, ચાલવામાં, પોતાને અને બીજાને ઉપઘાત ન થાય તેવી રીતે ગુણ ગયુક્ત અને (ગાડાના) ધૂસરાના પ્રમાણ જેટલી ભૂમિ ઉપર દષ્ટિ પડે તેવી દષ્ટિએ ચાલવું. કીડા, પતંગ, રસ, સ્થાવર જીવ ઉપર જે દયાળુ છે અને નિત્ય પુષ્પ, ફળ, છાલ, અંકુર, કંદ, મૂલ, પાણી, માટી, બીજ, લીલોતરી ઇત્યાદિને (સજીવ જાણું) જે પરિહરે છે, તેણે સમ્યક્ પ્રકારે (ઈસમિતિએ ) ચાલવું. બધા પ્રાણીઓને અવગણવા નહિ, નિંદવા નહિ, તિરસ્કારવા નહિ, મારવા (પગે ચાંપીને નહિ, ખંડ કરવા નહિ, છેદવા નહિ, વ્યથા ઉપજાવવી નહિ, અને જરા પણ ભય કે દુઃખ ઉપ