________________
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
વસ્ત્રાદિ ઉપકરણને પ્રતિલેખવાંચનાથી વિસ્તારી જેવા, પ્રમાર્જવો અને રાત્રિ-દિવસ પ્રમાદરહિતપણે તેને નિરંતર લેવા-મૂકવાં. એ પ્રમાણે આદાન-ભંડ-નિક્ષેપણ સમિતિના ચગે કરીને જે ભાવિત છે તેને અંતરાત્મા પાપમળરહિત, અસંકિલષ્ટ પરિણામયુક્ત અને અખંડ ચરિત્રની ભાવનાને ભાવિત, અહિંસક, સંયમવંત, સુસાધક બને છે. અહિંસાનાં ફળ.
એ પ્રમાણે સંવર દ્વાર સમ્યક્ પ્રકારે આચરતાં સુખનિહિત-સુરક્ષિત થાય છે. એ પાંચ ભાવનાએ કરીને, મનવચન-કાયાએ કરીને, સદા મરણ પર્યંત સુરક્ષિત એ
ગ–પાંચ ભાવના રૂપ વ્યાપાર વૃતિમાને અને મતિમાને નિવેહવાગ્ય છે. એ ચોગ અનાસવ રૂપ છે, નિર્મળ છે, છિદ્રરહિત છે (જેથી કર્મ જળ પ્રવેશ કરી શકતું નથી), અપરિસવિત છે (જેથી અંદર જરા પણ કર્મ જળ ઝમતું નથી), ચિત્તના કલેશથી રહિત છે, શુદ્ધ છે, અને બધા જિનેએ તીર્થકરાએ અનુજ્ઞાત છે, પાળીને ઉપદેશેલે છે. એ પ્રકારે પહેલું સંવર દ્વાર આદર્યું, પાળ્યું, (અતિચાર ટાળી) શુદ્ધ કર્યું, પૂરું કર્યું, ઉપદેશ્ય, આરાધ્યું અને જિન ભગવાનની આજ્ઞાએ કરીને સાધુ જનેએ પાળ્યું છે.
એ પ્રમાણે ભગવાન જ્ઞાતિ મુનિએ (મહાવીરે) આ સિવર શાસન પ્રજ્ઞાપ્યું, પ્રરૂપું, પ્રસિદ્ધ-પ્રતિષિત કર્યું, પૂજ્ય કહ્યું, ઉપદેર્યું અને પ્રશસ્ત કર્યું છે.