________________
૧૨૮
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
સાથે એક આસને બેસવું નહિ. ૪ સ્ત્રીના અંગે પાગ, તેની સુચના, તેનું બોલવું, નિરીક્ષણ વગેરે રાગદષ્ટિથી જેવું નહિ. ૫ સ્ત્રીનાં ગીત–રૂદન-કૂજન-હાસ્ય વગેરે સંભળાય તેમ ભીંત કે દિવાલને આંતરે રહેવું નહિ. ૬ પૂર્વગત સ્ત્રી સંબંધી ક્રિીડા, હાસ્ય, રતિ, વિષયગ, નાન, ભેજન ઈત્યાદિ યાદ કરવાં નહિ. ૭ પ્રણિતલચપચત-વિગય સહિત આહાર લેવો નહિ. ૮ મર્યાદિત સમયે ધર્મયાત્રા નિમિત્ત જોઈએ તેથી વધુ આહાર લે નહિ. ૯ શરીરની શભા-વિભૂષા કરવી નહિ.]
(૧૦) દસ પ્રકારને સાધુધર્મ.
[૧ ક્ષમા, ૨ મુક્તિ નિર્લોભતા), ૩ આર્જવ (ઋજુતા), ૪ માર્દવ (કમળતા), ૫ લાઘવ (વેડા ઉપકરણ રાખવાં), ૬ સત્ય, ૭ સંયમ, ૮ તપ, ૯ ત્યદાન-શાનદાન, ૧૦ બ્રહ્મચર્ય ]
(૧૧) અગ્યાર પ્રકારની શ્રાવકની (સાધુના ઉપાસકની) પ્રતિમા.
[ ૧ દર્શન પ્રતિમા–શુદ્ધ સત્ય પર રૂચિ થાય. ૨ વ્રત પ્રતિમા–પ્રાણાતિપાત વિરમણદિ વ્રત નિરતિચારપણે પાળે. ૩ સવાર-સાજ સામાયિક-આવશ્યક કરે. ૪ પૂર્ણ પૌષધ પ્રતિમા– બધી પર્વતિથિએ નિયમિત પૌષધ કરે; ૫ ઉપર જણાવ્યું તે ઉપરાત પાચ બેલ સહિત કાર્યોત્સર્ગ કરે. ૬ બ્રહ્મચર્ય પ્રતિમા – ઉપર જણાવ્યું તે કરવા ઉપરાંત સર્વ વખતે બ્રહ્મચર્ય સેવે; ૭ સચિત્ત આહાર ન લે, પણ પિતાને આરંભ ન કરવાનો નિયમ ન હોય. ૮ આરંભ-સમારંભ કરે નહિ. ૯ આરંભ સમારંભ કરે– કરાવે નહિ. ૧૦ આરંભ કરે-કરાવે નહિ તે ઉપરાંત આરંભ કરીને કઈ આપે તે લે નહિ. ૧૧ ઉપર જણાવ્યું તે ઉપરાત મુંડન કે લેચ કરાવે, સાધુ પેઠે ધર્મોપકરણે રાખે, સ્વજ્ઞાતિમાં ગોચરી કરે,