________________
૧૦૦
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
(બેટી દિશાએ) ગએલા અને પાણીના વમળમાં પડેલાં વહાણે પણ સત્યથી ડૂબતા નથી, તેમાંના માણસે મરતા નથી અને સ્થાન (કિનારે) મેળવે છે. સત્યથી અગ્નિસભ્રમમાં પણ માણસ દાઝતા નથી. સત્યવાદી માણસે તાતા તેલ, કથીર, લેહ કે સીસાને સ્પર્શ કરે અથવા હાથમાં ધારણ કરે તે પણ તેઓ દાઝતા નથી, પર્વતના શિખર ઉપરથી પડે તે પણ સત્યથી માણસ મરતે નથી, સત્યવાદી સમરાંગણમાં (શત્રુઓની) તલવારના પિંજારામાં સપડાયા છતાં તેમાંથી અણઘવાયેલો બહાર નીકળે છે. મારપીટ– બંધન-ઘેર શત્રુતામાં સપડાયા છતાં અને શત્રુઓની વચ્ચે આવી પડયા છતાં સત્યવાદી મનુષ્ય તેમાંથી અબાધિત છૂટે છે અને બહાર નીકળે છે. (આપત્તિના સમયમાં) દેવતાઓ સત્યનાદીને-સત્ય વચનમાં રતિ ધરાવનારાઓને સહાય કરે છે. સત્યને રાચરનારા,
આવું સત્ય ભગવાન શ્રી તીર્થકર દેવે દસ પ્રકારનું રૂડી રીતે ભાષ્ય છે; ચૌદ પૂર્વધારે સત્યના પ્રભૂતપૂર્વ ગત અર્થને નાચે છે; મહષિઓએ સિદ્ધાન્ત કરીને સત્યને આપ્યું છે; દેવેન્દ્ર અને નરેન્દ્ર સત્યનું પ્રજન (અર્થ) પ્રકાશેલું છે; વૈમાનિક દેએ સત્યને મહા અર્થ– મહાજન સાધ્યું છે; મંત્રૌષધિ વિદ્યાની સાધના માટે સત્ય (આવશ્યક) છે; વિદ્યાધર–ચારણાદિ વંદની અને શ્રમણની વિદ્યા (આકાશગમન-વેકેયકરણાદિ) સત્યથીજ