________________
દત્તાદાનગ્રહણઃ અચૌર્ય ૧૧૩ ત્મ યાન (આત્મસ્વરૂપ ચિંતન)થી યુક્ત થાય છે તેજ સમભાવે (રાગદ્વેષરહિતપણે) ચારિત્ર ધર્મને આચરે છે. એ પ્રકારે શય્યાસમિતિના ચગે કરીને જે ભાવિત થાય છે તેને અંતરાત્મા દુર્ગતિમાં પાડનારાં પાપકર્મો કરવા-કરાવવાના ષથી નિત્ય વિરતિ પામતે દત્ત-અનુજ્ઞાત અવગ્રહની રૂચિ ધરાવનારે થાય છે.
ચેથી ભાવનાએ સંયતિએ સાધારણું-ઘણું ઘરનો આહાર જે પાત્રમાં આવે તે સમ્યક રીતે (અદત્તાદાન ન લેખાય તે રીતે) ભજન કરવાગ્ય છે. આહારમાંથી શાકાદિને વધારે ભાગ ન લે, ભોજનને અધિક ભાગ ન લે (તેમ કરવાથી બીજા સાધુઓની અપ્રીતિ ઉપજે), ઉતાવળું-ઉતાવળું ન ખાવું, ત્વરિત રીતે આહાર ન કરે, ચપળ રીતે આહાર ન લે, સહસા ભજન ન કરવું, બીજાને પીડા ઉપજે તેમ આહાર ન કરો, તથા સાવદ્ય-પાપ રૂપ આહાર ન ભક્ષ. આહાર એવી રીતે લેવો કે જેથી ત્રીજું વ્રત ખંડિત થાય નહિ, સાધારણ પિંડ પાત્ર આહાર માત્ર લેવો અને જરા પણ અદત્તાદાન વિરમણ વ્રતનું નિયમન ખંડિત થવા દેવું નહિ. એ પ્રકારે સાધારણ પિંડપાત્ર સમિતિના ચેગે કરીને જે ભાવિત થાય છે, તેને અંતરાત્મા દુર્ગતિમાં પાડનારાં પાપકર્મો કરવા-કરાવવાના દોષથી નિત્ય વિરતિ પામતો દત્ત-અનુજ્ઞાત અવગ્રહની રૂચિ ધરાવનારે થાય છે.
પાંચમી ભાવનાએ સાધમિક પ્રત્યે વિનય કરે. ઉપચારમાં (રાગી સાધુની સેવા સંભાળમાં), પારણામાં (તપ