________________
બ્રહ્મચર્ય
૧૧૯
ક્લાદિથી રહિત) શરીર કેવળ વેત અસ્થિમય રહે ત્યાંસુધી સંયમવતે પાળવાયેગ્ય છે.
વળી ભગવાને આ વ્રત વિષે કહ્યું છે કે આ બ્રહ્મચર્યવ્રત પાંચ મહા સુવ્રતનું મૂળ છે, સાધુઓએ ભાવસહિત વ્યાકુળતાથી રહિતપણે રૂડે પ્રકારે આચરેલું છે, -વેરના ઉપશમન રૂપ ફળયુક્ત છે, સર્વ સમુદ્રમાં મહેદધિ (રૂપ સંસાર) ને ઉતરવા માટેના તીર્થરૂપ છે, તીર્થકરોએ રૂડે પ્રકારે દેખાડેલા માગરૂપ છે, નરક તીર્થંચની ગતિને વર્જવાના માર્ગ રૂપ છે, (સંસારમાંની) સર્વ નિર્માણ વરતુઓના નિમાપિત સારભૂત છે, મોક્ષ તથા દેવલોકનાં દ્વારને ઉઘાડનારું છે, દેવ-નરે થી પ્રકૃતિ અને પૂજ્ય છે, સર્વ જગતમાં ઉત્તમ માંગલિકને માર્ગ છે, અદ્વિતીય ગુણ પ્રાપ્ત કરાવનાર એક (ઉપાચ) છે, અને મોક્ષના માગના મુકુટ રૂપ છે. જે શુદ્ધ રીતે બ્રહ્મચર્ય પાળે છે, તે જ સુબ્રાહ્મણ, સુશ્રમણ, અસાધુ, સુઝષિ, સુમુનિ, સુસંચતિ અને તેજ ભિક્ષુ છે.. બ્રહ્મચારીએ ત્યજવાયેગ્ય.
જે શુદ્ધ રાતે બ્રહ્મચર્યનું પાલન કરે છે તેણે ત્યજવા ચોગ્ય (કિચા–પદાર્થ વગેરે) આ પ્રમાણે છે –રતિ-રાગ શ્રેષ–મેહને વધારનારાં (અનુષ્ઠાન, પ્રમાદ દોષવાળા પાસ,
સ્થા (સાવાભાસ-બહિર્વતીઓ)નાં અનુષ્ઠાન, અત્યંગન (ઘી-માખણ શરીરે ચોપડવાં તે), તેલમર્દન, સ્નાન, વારંવાર કાપ-શિર-હાથ-પગ-મહે વાં, અંગચંપી, ગાત્રચંપી,