________________
૧૧૪
શ્રી પ્રમવ્યાકરણ સૂત્ર
સ્વીના તપના પારણામાં) વિનય કરે. (સૂત્રાદિની) વાચનામાં તથા તેના પરિપટ્ટણમાં (સૂત્રાર્થ ગ્રહણ કર્યો હોય તે ફેરવવામાં-પુનઃ પુનઃ સ્મરણ કરવામાં) વિનય કર ભેજનાદિનું દાન કરવામાં અને લેવામાં તથા (વિસ્મૃત થએ સૂત્રાથ) પૂછવામાં વિનય કરે, સ્થાનકમાંથી નીકળવામાં અને પ્રવેશવામાં વિનય કરે (નીકળતાં આવસદ્ધિ અને પ્રવેશમાં “નિરસહી) એ આદિક બીજાં અનેક કાર્યોમાં વિનય કરે. વિનય એ તપ છે અને તપ એ ધર્મ છે, માટે ગુરૂ પ્રત્યે, સાધુ પ્રત્યે અને તપસ્વી પ્રત્યે વિનય કરે. એ પ્રકારે વિનયથી જે ભાવિત થાય છે, તેનો અંતરાત્મા દુર્ગતિમાં પાડનારાં પાપકર્મો કરવા-કરાવવાના દોષથી નિત્ય વિરતિ પામતે દત્ત-અનુજ્ઞાત અવગ્રહની રૂચિ ધરાવનારો થાય છે.
એ પ્રકારે આ સંવર દ્વારને સમ્યક પ્રકારે આચરતાં તે રૂડા નિધાનરૂપ થાય છે. એ પાંચે કારણે કરીને, મનવચન-કાયાએ કરી સુરક્ષિત રાખતાં થકા એ ચોગ (દત્તાદાન ગ્રહણ) મરણપર્યત કૃતિમાન અને મતિમાન મનુષ્ય નિત્ય નિર્વહવાયેગ્ય છે. અનાવયુકત, નિર્મળ, અછિદ્ર, અપરિસવિત, કલેશરહિત, સર્વ તીર્થકરેએ અનુજ્ઞા કરેલું એવું આ ત્રીજું સંવર દ્વાર કાયાએ કરી ફરસવાગ્ય, પાળવાગ્ય, અતિચાર ટાળી શુદ્ધ કરવાગ્ય, પાર ઉતારવાગ્ય, અન્યને ઉપદેશવાયેગ્ય, અનુપાલન કરવારોગ્ય અને આજ્ઞાનુસાર આરાધવાચગ્ય છે. એ પ્રમાણે સાતપુત્ર શ્રી મહાવીર ભગવાને ઉપદેશ્ય, પ્રરૂપ્યું અને