________________
૧૯ર
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
બેસી રહેનારા, એક પાસે શયન કરનારા, આતાપના લેના ૨, પ્રાવરણ (વસ્ત્રાદિ, રહિત રહેનારા (ટાઢ-તાપ સહેનારા), મુખ–શ્લેષ્મને ન પરિઠવનારા, ખજવાળ આવતા છતાં શરીરને નહિ અણનારા, કેશ-મૂછ–રોમ-નખને (શેભાની દષ્ટિએ) નહિ રાખનારા, શરીરનાં બધાં અવયના સંસ્કારને છોડનાર, કૃતધર (સૂત્રના જાણકાર), અને અર્થના સમૂહને જાણુનાર બુદ્ધિવાળા, એ બધા ભગવતી અહિંસાને આચરી-વાળી છે. જેઓ ધીર મતિવાળા છે, બુદ્ધિવાળા છે, દષ્ટિવિષ સર્ષના ઉગ્ર તેજ જેવા તેજ-પ્રભાવયુક્ત છે, નિશ્ચય તથા પુરૂષકારથી પર્યાપ્ત એવી પરિપૂર્ણ મતિવાળા છે, નિત્ય સ્વાધ્યાય-ધ્યાનાદિ કરનારા છે, સતત ધર્મધ્યાનને આચરનારા છે, પાંચ મહાવ્રતરૂપ ચારિત્રે કરી યુક્ત છે, (પાંચ) સમિતિમાં પ્રવતે છે, પાપને શમાવ્યાં છે, છકાયરૂપી જગતના વલભ-વાસત્યકારી છે, સદા અપ્રમત્ત છે, તેઓએ અને તેમના સરખા બીજા અનેકે અહિંસા ભગવતીનું પાલન કર્યું છે. અહિંસકનાં કર્તવ્ય.
( હવે અહિંસાપાલનમાં ઉદ્યમવંત મનુષ્ય શું કરવાગ્ય છે તે કહે છે). પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ, ત્રસ તથા સ્થાવર એ સર્વ જીવોની દયા પાળવાને અર્થ શુદ્ધ આહારની ગવેષણ (શોધન) કરવાગ્ય છે. (સાધુને અર્થ) નહિ તૈયાર કરેલું, નહિ કરાવેલું, અનાઉત (અનિમંત્રણ પૂર્વક વહોરેલું), અનુદ્દિષ્ટ (ઉદેશિક દેષ રહિત ), સાધુને અર્થ વેચાતું નહિ લીધેલું, નવ કેટિએ