________________
1
અબ્રહ્મચર્ય
૭૫
લણી) ત્રણ પલ્યોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય પાળીને પણ કામ, ભેગને વિષે અતૃપ્ત રહી થકી મૃત્યુલર્સને પામે છે. અભ્રહ્મચર્યના ફળ,
મૈથુનસંજ્ઞામાં વૃદ્ધ અને મોહ-અજ્ઞાનથી ભરેલા. તેઓ વિષયરૂપી વિષની ઉદીરણા કરતા થકા એક બીજાને શ કરીને હણે છે. વળી કેટલાકે પરસ્ત્રીની સાથે પ્રવતતાં બીજાઓથી હણાય છે. એવા દુરાચાર વિષે) વાત જાહેર થતાં તેઓના ધનનો અને સ્વજનાદિકનો નાશ થાય છે (રાજા દ્વારા એવો દંડ પામે છે). પરસ્ત્રી થકી જેઓ નિવર્યા નથી, મૈથુનસંજ્ઞામાં વૃદ્ધ છે, મોહે ભરેલા છે, તેવા અશ્વ, હાથી, ગેધા, મહીષ, મૃગો કામવ્યાકુળતાથી પરસ્પર મારામારી કરે છે, તેમજ કામી મનુષ્ય, વાંદરા અને પક્ષીઓ માંહોમાંહે વિરોધ કરે છે. મિત્ર હોય તે વેરી થાય છે. પરદા રાગામી મનુષ્ય સિદ્ધાન્તના અર્થને, ધર્મને, સમાચારી–સાધુગણને કશા લેખામાં ગણતા નથી. ધર્મના ગુણને વિષે રક્ત એવો બ્રહ્મચારી પર દારાના સેવનથી ક્ષણમાત્રમાં ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. યશવંત અને રૂડાં વ્રત આચરનારા તેથી અપચશ, અપકીતિ, વ્યાધિને વધારે છે, વિશેષ રેગ-વ્યાધિથી પીડા પામે છે, અને બેઉ લોઇમાં-ઈહ લેકમાં તથા પરલોકમાં દુરારાધક થાય છે. પરદારાથી જેઓ નિવાર્યા નથી તેમાંના કેઈ પદારાને શેધતાં પકડાય છે, હણાય અને બેડીમાં રૂંધાય છે. એ પ્રમાણે અત્યંત મેહ-મુગ્ધતા રૂપ સંજ્ઞા મૈથુનનું કારણ છે અને તેથી પરાભવેલા છે