________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
જાય તે), શેઠ, શેઠીયા (દેશને અધિકારી), પુરોહિત, કુમાર, દંડનાયક, માંડલિક (દેશના સીમાડાના રાજા), સાર્થવાહ, કૌટુંબિક (કુટુંબના મોટા), અમાત્ય, ઇત્યાદિ બીજા જે અનેક મનુષ્ય વસે છે તે બધા પરિગ્રહને કરનારા છે. (આ પરિગ્રહ કેવો છે?) એ પરિગ્રહ અંતરહિત છે, શરણરહિત છે (આપત્તિમાંથી છોડાવે તે નથી), દુઃખભર્યા સંતવાળે છે, અધ્રુવ છે, અનિત્ય છે, અશાશ્વત (ક્ષણે ક્ષણે વિનાશ સ્વભાવવાળા) છે, પાપકમનાં મૂળરૂપ છે, (વિવેકીએ) નહિ કરવાગ્ય છે, વિનાશના મૂળ રૂપ છે, અત્યંત વધ–બધ-લેશના કારણરૂપ છે, અનંત સંકલેશ (ખ) ના કારણરૂપ છે; ધન-ધાન્ય-રત્નાદિને સમૂહ કરતા છતાં લોભથી ગ્રસ્ત થએલાએ સંસારમાં પરિભ્રમણ કરે છે. એ સંસાર સર્વ દુઃખના નિવાસસ્થાન રૂપ છે.
પરિગ્રહનાં કારણ.
પરિગ્રહ સેવવાને અર્થે ઘણા મનુષ્યો સેંકડે પ્રકારનાં શિલ્પ (વિજ્ઞાનાદિ) ની (ચિત્રાદિ) કળાઓ શીખે છે; નિપુણ લેખકે લખવાની, પક્ષીઓ વગેરેના શબ્દ શકુનની, ગણિતાદિની બહેતર કળાઓ શીખે છે; સ્ત્રીઓની રતિની ઉપજાવનારી ચોસઠ કળાઓ શીખે છે; (રાજાદિકની) સેવાને અર્થે શિલ્પકળા, તલવારની (યુદ્ધની) કળા, લેખનકળા, ખેતીની કળા, વ્યાપારની કળા, વ્યવહાર શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ધનુવિદ્યા, ખગાદિની મૂઠ પકડવાની કળા, વિધવિધ મંત્ર પ્રયોગ (વશીકરણાદિ, અને બીજી અનેક પ્રકારના કળા