________________
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
આદિ ચારૂ–સુગંધી દ્રવ્ય જેવા દસ પ્રકારના ધૂપથી સુવાસિત તેમનાં સ્થાન મઘમઘાટ કરી રહે છે; તેમની બેઉ પાસે ચામરના સુખકારી શીતળ વાયુથી તેમનાં અંગ વીંઝાઈ રહે છે, તેઓ અજિત છે, અજિત રથવાળા છે, હાથમાં હલ-મુશલ-બાણ (આયુધો)ને ધારણ કરનાર (બલદેવ) છે. (પંચજન્ય) શંખ, (સુદર્શન) ચક, (મુદકી) ગદા, ત્રિશૂળ, નંદનક ખર્શને (વાસુદેવ) ધારણ કરે છે, સુંદર, ઉજજવલ, ઉત્તમ, વિમળ કૌતુલામણિ (હૃદયને વિષે ધારણ કરે છે, મસ્તકપર સુકુટ ધારણ કરે છે. વળી કુંડલે કરી ભાયમાન તેમનાં વદન છે, સફેદ કમળ જેવાં તેમનાં નેત્ર છે, કંઠે એકાવલિ હાર પહેરવાથી તેમનાં વક્ષસ્થળ શોભે છે, શ્રી વછરૂપી રૂડું જેમનું લાંછન છે; તેવા તેઓ અતિ યશસ્વી છે. સર્વ ઋતુઓનાં સુગંધી યુપથી રચિત લાંબી શેભતી વિકસિત વિચિત્ર પ્રકારની વનસાળાથી તેમનાં વૃક્ષસ્થળ શોભે છે; જુદાં જુદાં એકસે ને આઠ પ્રશસ્ત સુંદર લક્ષણોથી વિરાજિત તેમનાં અંગોપાંગ શોભે છે; મત્ત ઐરાવત હાથીની લીલાયુક્ત ગતિના જેવી તેમની વલસિત ગતિ છે; કટિસૂત્ર સાથે નીલાં (બળદેવ) અને પીળ (વાસુદેવ) વસ્ત્રો તેઓ પહેરે છે, અને તેજે કરી દીપ્તિમાન છે. શરદ ઋતુના નવા મેઘની ગર્જના જે મધુર–ગંભીર–સ્નિગ્ધ તેમનો શબ્દ છે; નરમાં સિંહ જેવું તેમનું બળ છે અને સિંહ જેવી તેમની ગતિ છે; એવા તેઓ પણ અસ્ત પામ્યા. મેટા રાજાઓમાં સિંહ સમાન સૌમ્ય, દ્વારામતી નગરીના પૂર્ણ ચંદ્ર (આનંદકારક), પૂર્વ