________________
અબ્રહ્મચર્ય
૬૭
કૃત તપના પ્રભાવે કરીને સંચેલાં સુખ અનેક શત વર્ષોના આયુષ્ય સુધી સ્ત્રીઓ સાથે જોગવતાં છતાં, સકળ દેશમાં પ્રધાન સુખએ વિલસતાં છતાં, અનુપમ શબ્દ-સ્પર્શ-રસરૂપગંધને અનુભવતા છતાં, તેઓ પણ કામગને વિષે અતૃપ્ત રહ્યા થકા મરણ ધર્મને પામે છે (મૃત્યુ પામે છે.) અબ્રહ્મચારી રાજાઓ
વળી મંડળીક રાજા સેનાવાળે છે, અતઃપુરવાળે છે, પરિષદા-પરિવારવાળે છે, પુરોહિત સહિત છે, તેના અમાત્ય–દંડનાયક, સેનાપતિ, મંત્રણ વિષે અને નીતિ વિષે કુશળ છે, નાના પ્રકારના મણિરત્ન, ઘણા ધન-ધાન્યનો સંચય તેના ભંડારમાં કરે છેતેઓ વિપુલ રાજ્ય લક્ષ્મીને ભોગવતા છતાં, અહંકારે ગર્જાતા છતાં અને બળે કરીને સત્ત છતાં કામભાગમાં અતૃપ્ત રહીને મરણ ધર્મને પામે છે. અહ્મચારી જુગલીયા.
પુનઃ ઉત્તરકુરૂ-દેવકુરૂનાં વનવિવરોમાં જે પગે ચાલતા મનુષ્યના સમૂહ છે, તેઓ ભાગે કરી ઉત્તરા છે, ભોગનાં લક્ષણ-ભાગની રેષાઓને ધારણ કરનારા છે, ભોગે કરીને શોભાયમાન છે, પ્રશસ્ત-સૌમ્ય-પ્રતિપૂર્ણ રૂપે કરીને દર્શન કરવા ગ્ય છે, સુઘટિત અવયવેએ કરીને સુંદર અંગવાળા છે, લાલ કમળપત્ર જેવાં અનેહર તેમના હાથપગનાં તળીયાં છે, રૂડા આકારના કાચબા જેવા તેમના સુંદર ચરણ છે, અનુમે ચડઉતર-સુસંહત તેમની આંગ