________________
૩૪
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
દાઝેલા મનુષ્ય પામે છે. અછત-ખોટું બોલનારા પાપી જને અપમાન, નિંદા, ચાવ, મિત્રભેદ અને માતા-પિતા–બાંધવસ્વજન-મિત્ર ઈત્યાદિ તરફનાં અનેક પ્રકારનાં આળ-દૂષણને પામે છે. આ આળ-દૂષણ મનને અણગમતાં, હૃદયમનને દુઃખકારક, જીવતાં સુધી ન ઊતરે તેવાં હોય છે. અનિષ્ટ-કઠેર-આકરાં વચન સાંભળવા, તર્જના-નિર્ભલૈંના થવી, દીન વદન, કંગાલ મન, હલકું ભજન, હલકાં વસ્ત્ર, કુવાસ ઈત્યાદિ વડે લેશ પામતા એ પાપી જનને સુખ કે શાન્તિ પ્રાપ્ત થતાં નથી. એવાં અત્યંત વિપુલ દુઃખ એ મૃષાવાદી સેંકડે ગમે ભોગવે છે. મૃષાવાદને ફળવિ પાક આ લોકમાં અને પરલોકમાં અ૫ સુખ, બહુ દુઃખ, મહા ભય, બહુ કર્મરૂપી મેલને ઉપજાવે છે અને તે કર્મનાં ફળ આકરાં, , કઠોર, અશાતાજનક, હજારો વર્ષે પણ ભેગવ્યા સિવાય ન છૂટે તેવાં છે.
એ પ્રમાણે સિદ્ધાર્થ રાજાના પુત્ર, મહાત્મા, શ્રી મહાવીર ભગવાન બીજા અધ્યયનને વિષે મૃષાવાદના ફળ વિપાકને કહે છે. મૃષાવાદ કેવો છે ? તે મૃષાવાદ છો છે, ચપલ પુરૂ તે કરે છે; વળી તે ભયંકર, દુઃખકર, અપયશકારક, વૈરકારક, રતિ–અરતિકારક, રાગ-દેષકારક, મન કલેશકારક, માયા-કપટને ઢાંકનાર, અતિ દકારક, નીચ જનથી સેવિત, સૂગરહિત, અપ્રતીતિકારક, સુસાધુથી નિધ, પરપીડાકારક, ઉત્કૃષ્ટ કૃષ્ણ લેશ્યાથી યુક્ત, ગતિકારક અને દુર્ગતિવર્ધક, વારંવાર જન્મ-મરણના કારણરૂપ, ઘણા કાળથી પરિચિત, પરંપરાથી ચાલ્યો આવતે અને દુઃખે કરી અંત પામી શકાય તે છે.