________________
૪૦
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
નાદ, દાંત પીસીને કરેલે સીત્કાર, દીન સ્વર, સિંધુડા રાગ જે આનંદ શબ્દ, કંઠમાથી કાઢેલે ધ્વનિ, મેઘના જેવી રૌદ્ર ગજના, એકી સાથે હસવાને તેમજ રેષને થતા કકળાટ, એવા પ્રકારને કે લાહલ યુદ્ધભૂમિમાં થઈ રહે છે. અતિ ક્રોધથી સુભટના વદન રૌદ્ર-બીહામણાં બની જાય છે, તેઓ દાંતે કરીને નીચેના ઓઠને કરડે છે, અને દઢ પ્રહાર કરવાને તેમના હાથ સાવધાન બને છે. અતિ ફોધવશતાથી તેમનાં ફાટેલાં નેત્રે અત્યંત લાલ બની જાય છે. વેરષ્ટિથી અને ફેધની ચેષ્ટાથી તેમને કપાળમાં ત્રિવલી (ત્રણ રેષાઓ) પડે છે અને બ્રકટી વાંકી બની જાય છે. શત્રુને મારવાના અધ્યવસાયે કરીને હજાર-હજાર મનુષ્યનું બળ-પરાક્રમ તે સુભટોના શરીરમાં રાયમાન થાય છે. વેગવાન ઘોડાઓ તર્યા છે એવા રથ ઉપર બેસીને દેડતા જોદ્ધાઓ આવીને દક્ષતાપૂર્વક પ્રહાર કરીને જીતે છે અને તેઓ હર્ષ કરીને બેઉ હાથને ઉંચા કરતા અટ્ટ હાસ્ય કરે છે તથા અનેક માણસે કકળાટ કરે છે. આયુધ, ઢાલ અને બખ્તરથી સજજ થએલા ગર્વિષ્ટ તથા પ્રપંચી દ્વાઓ વેરીના હાથીઓને મારવા અથવા હાથ કરવા ઈચ્છતા સામસામાં લઈ પડે છે, અને યુદ્ધકળાને ગર્વ ધરાવનારાઓ મ્યાનમાંથી તલવાર કાઢીને ફેધપૂર્વક શિધ્ર ગતિથી મેખરે આવી પ્રહાર કરી વૈરીના હાથીના. સૂદને તથા વેરીના હાથને છેદે છે; બાણના સખત પ્રહારથી ઘવાયેલા અને બીજા હથીયારોથી છેટાયલા એવા હાથી વગેરેના વહેતા રૂધિરથી રણભૂમિના માર્ગો પર ચીકણે