________________
૫૦
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પત્થર સાથે કુટાય છે. બીજાઓને હાથીના પગ હેઠળ ચગતવામાં–મર્દવામાં આવે છે. વળી પાપી અધિકારી અને કેટલાક ચેનાં અઢારે અંગે ખંડિત કરે છે, કેટલાકને બુઠ્ઠા કેહાડે કરી મારે છે, કેટલાકના કાન–હાઠ–નાક કાપે છે, કેટલાકની આંખ-દાંત-વૃષણ–જીભને છેદે છે, કેટલાકના કાન તથા મસ્તક કાપી નાંખે છે, અને વધભૂમિ પર લઈ જઈને તલવારથી ટુકડા કરી નાંખે છે. કેટલાકને દેશપાર કરવામાં આવે છે, કેટલાકના હાથ પગ કાપી નાંખીને છોડવામાં આવે છે, કેટલાકને મૃત્યુ સુધી બાંધી મૂકવામાં આવે છે. કેટલાક પરદ્રવ્યહરણમાં લુખ્ય લોકેને હાથ પગમાં બેડી પહેરાવીને કારાગૃહમાં પૂરી રાખવામાં આવે છે. એ પરદ્રવ્યહારી જનને તેમના સ્વજનો ત્યજી દે છે, મિત્રે તેમને તિરસ્કાર કરે છે, તેઓ નિરાશ બની જાય છે, અનેક લીના ધિક્કારના શબ્દોથી ઉજવાય છે, છતાં તે નિર્લજ્જ બની ગયા હોય છે. સુધાથી પીડાતા, તાપ-ટાઢની આકરી વેદના સહન કરતા, વિરૂપ સુખવાળા, કાન્તિહીન શરીરવાળા, અફળ ગએલા મનોરથવાળા, મેલથી ભરેલા દેહવાળા, દુબળા, ગ્લાનિ પામતા, ખે કરતા, કુષ્ટાદિ વ્યાધિ પામતા, ઉદરરોગથી પીડાતાં ગાવાળા, નખ-કેશ-દાઢી-મૂછ-રોમાદિ જેના બાંધેલા છે તેવા, પિતાના મળ-મૂત્રમાં રગદોળાતા ચાર લેકે ત્યાં જ-કારાગૃહમાં જ મૃત્યુને નહિ ઇચ્છતા છતાં મરણ પામે છે. પછી તેમના હાથ-પગ બાંધીને કારાગૃહમાંથી તેમને બહાર ઘસ કાઢે છે અને ખાઈમાં ફેંકી દેવામાં આવે છે, જ્યાં વરૂ,