________________
શ્રી પ્રવ્યાકરણ સૂત્ર
અજાણ માણસોને રાજાના સેવકેની પાસે લઈને તેમને સોંપવામાં આવે છે.
તે રાજસેવકે કેવા છે ? વધશાસ્ત્રના પાઠક, અન્યાયના વ્યસની, તેવા કર્મો કરનારા, લાંચ લેનારા, ફુડ-કપટ કરનારા, વેશ-ભાષા બદલે કરનારા, માયા-કપટથી ઠગવામાં સાવધાન, અનેક પ્રકારે અસત્ય બોલનારા, પરલોકના વિચારથી વિમુખ, નરકગતિએ જનારા એ રાજકિરાની આજ્ઞાથી ચાર લોકેના દુષ્ટાચરણની સજા તુરત નગરમાં જાહેર કરવામાં આવે છે. નગરમાં ત્રણ માર્ગને ચેક, ચાર માગને ચેક, અનેક માર્ગને ચેક, રાજમાર્ગ, સામાન્ય માર્ગ હોય છે, તેની વચ્ચે નેતર સોટે, લાક, કાષ્ટદંડ, ડાંગ, દંડુકે, મૂઠી, લાત, પગની પાની, ઘુંટણ, કેણ વગેરેના પ્રહાર કરી ચેરના શરીરનાં ગાત્રે ભાંગવામાં–મવામાં આવે છે. તે વખતે એ અઢાર પ્રકારનાં ચૌર્ય કર્મ કરનારાના અંગે પાગ ભાગી જવાથી તેઓ પીડા પામે છે, કરૂણાજનક સ્થિતિમાં આવી પડે છે, તૃષાથી કંઠ–હાઠ-તાળવું અને જીભ સુકાઈ જવાથી પાણીની યાચના કરે છે, જીવવાની આશા નાશ પામે છે. એવા તૃષાતુર રાંક બાપડા પાણી પણ પામતા નથી, ત્યારે તે ચેર લેને કેાઈ પાણી પાવા આવે તે રાજપુરૂ તેમને પાણી પાતાં અટકાવે છે. કઠીન બંધને બાંધેલા, ક્રૂર રીતે પકડી રાખેલા, નાસી ન જાય તે માટે હાથે બાંધેલા, ટુંકું કપડું પહેરાવેલા, મારી નાંખવા માટેના નિશ્ચય રૂપે કંઠમાં રાતાં કરેણનાં ફૂલની.