________________
પ૬
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
નિષ્ફળ જાય છે, તે આશાપાશથી બંધાયેલા પ્રાણીઓ જગતમાં મુખ્ય મનાતી ધનપ્રાપ્તિ અને કામગની પ્રાપ્તિ મેળવવાને માટે બહુ ઉદ્યમ કરે છે, પરંતુ તેમાં નિષ્ફળ થાય છે; રોજ રોજ ઉદ્યમ કરવા છતાં મહાલેશે કરીને ધાન્યના છેડે પણ સંગ્રહ કરી શકતા નથી; હમેશાં દ્રવ્યથી રહિત, અરિથર ધનધાન્યભંડારના ઉપગથી રહિત, કામ–ભેગથી અને સર્વ સુખથી રહિત, અને બીજાની લક્ષ્મી–ભેગે પગના સાધનને આશ્રય શોધનારા હોય છે તે બાપડાઓ પરવશે-ઈચ્છા વિના દુઃખ ભોગવે છે, સુખ તથા નિવૃત્તિને પામતા નથી, અને અત્યંત સેંકડો પ્રકારનાં દુઃખથી દાઝે છે.
પદ્રવ્યના હરણથી જેઓ નથી નિત્ય, તેઓ અદનાદાનને ફળવિપાક આ લેક અને પરલોકમાં અલ્પ સુખ અને બહુ દુઃખ રૂપે ભગવે છે. તે મહા ભયનું કારણ છે, કરૂપી મેલને ગાઢ રીતે ઉત્પન્ન કરે છે. તે રૌદ્ર, કઠોર, અશાતાનું કારણ છે અને હજારો વર્ષે પણ ભગવ્યા સિવાય ન છૂટાય તેવું કર્મ છે. તે ભેગવ્યે જ છૂટકે થાય છે. એ પ્રમાણે શ્રી સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાત્મા વીતરાગ મહાવીર સ્વામીએ કહ્યું છે. એ પ્રમાણે આસવ દ્વારનું ત્રીજું અધ્યયન અદત્તાદાન વિષેનું સંપૂર્ણ થયું.