________________
અદત્તાદાને
૪૧:
કાદવ થઈ રહ્યા છે, જેને પાસામાં વાગેલા ઘાથી રૂધિર આવે છે અને આંતરડાં બહાર નીકળી ગયાં છે એવા
દ્ધાઓ વિકળ બનીને તરફડે છે, મર્મસ્થાને વાગેલા સખ્ત ઘાથી મૂછિત થઈને ભૂમિપર રેલાય છે અને નિષ્ટ પડયા છે. રણભૂમિમાં કરૂણાજનક વિલાપના સ્વર સંભળાય છે, મરણ પામેલા યોદ્ધાઓ, ભમતા ઘેડા, મત્ત થએલા હાથી, ભયભીત થએલા મનુષ્ય, મૂળમાંથી ભાગી ગએલી દેવા પતાકાઓ, ભાગેલા રથ, માથું કાપી નાંખેલા હાથીનાં કલેવરે, હથીયાર, આભરણે અને ઘરેણાં ઇત્યાદિ વિખરાયેલાં પડયાં છે. મસ્તક વિનાનાં ધડે નાચી રહેલાં છે, ભયંકર કાગડાનાં અને મુડદાંઓમાં લોલુપી બનેલાં ગીધનાં ટાળાં ભમતાં પહેલાથી ગાઢ અંધકાર છવાઈ રહ્યો છે; પૃવીને કંપિત કરનારા દેવ જેવા રાજાઓ પ્રત્યક્ષ શ્મશાન જેવા અત્યંત ભયંકર બીહામણું અને કટે કરી પ્રવેશ કરી શકાય તેવા સંગ્રામના ગહન સ્થાનમાં પારકા ધનની વાંછના કરીને પ્રવેશ કરે છે. પરેન હરનારા રે
બીજા પગપાળા ચોરના સમૂહ, ચારના ટેળાને પ્રલdવનાર સેનાપતિ, અટવીના વિષમ પ્રદેશમાં રહેનારા, કાળા-લીલા-રાતા–પીળા અને સફેદ એવા સેંકડે પ્રકારના ચિન્હ પટ બાંધનારાઓ ધનના લોભથી પારકા દેશને હણે છે. ચાંચીયા,
(હવે સમુદ્રના ચોરોની વાત કહે છે ). રત્નાકર સમુદ્ર જે હજારે તરંગોની માળાથી ઉછળી રહ્યો છે તેમાં