________________
૩૮
શ્રી પ્રક્ષવ્યાકરણ સૂત્ર પરધનભી રાજાઓ.
વળી પારકા દ્રવ્યને વિષે જેઓ અવિરતિ છે (જેમને પચ્ચખાણ નથી), જેઓ અત્યંત સમર્થ છે અને પરિગ્રહવાળા છે, તેવા રાજાઓ પારકા ધનને વિષે આસક્ત હોઈ, પિતાના દ્રવ્યને વિષે અસંતુષ્ટ રહ્યા થકા, બીજા રાજાએના દેશને વિનાશ કરે છે. તેઓ પારકા ધનને વિષે લભાઈને હાથી ઘોડા રથ પાયદળ એવી ચતુરંગી સેના સહિત અને નિશ્ચયવાળા-યુદ્ધમાં શ્રદ્ધાવાળા પ્રધાન સુલટ સહિત, “હું પહેલે લડવા જઉં એવા અહંકાર સહિત પ્રયાણ કરીને પદ્મયૂહ, શકટયૂહ, ચિબૃહ, ચબૂછું, ગરૂડબૃહ ઈત્યાદિ વ્હામાં સન્યની સ્થાપના કરે છે અને સામાના લશ્કરને પિતાના લશ્કરથી ઘેરી લે છે તથા હારેલાના ધનને હરી લે છે. બીજા દ્વાએ રણભૂમિને મે ખરે પોતાની મેળે જઈને સંગ્રામમાં પ્રવેશ કરે છે. (આ
દ્ધાઓ સંગ્રામમાં કેવી રીતે જાય છે તે કહે છે. તેઓ કવચ આદિને સજજ કરે છે, તૈયાર થાય છે, માથે વસ્ત્રને સખત પટ ભીલને, હાથમાં શસ્ત્રો તથા તલવાર ધારણ કરીને, દેહ ઉપર લોહમય બખ્તર પહેરે છે, ચામડાના કવચથી શરીરને ઢાંકે છે, લોહને કંચુ પહેરે છે, કાંટાવાળું કવચ પહેરે છે, તીરનાં ભાથાં છાતી ઉપર ગળા સાથે ઉભાં બાંધે છે, પિતાને હાથે રણમાં જવાને માટે શસ્ત્રાસ્ત્રોની વિશેષ રચના કરે છે, કઠેર ધનુષ્યને હર્ષપૂર્વક હાથમાં ધારણ કરે છે, અતિ તીખાં બાણને વરસાદ વરસાવે છે. વરસાદની ધારાની પેઠે બાણોની પ્રચંડ વૃષ્ટિથી