________________
-
:
૧૪.
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, તારા વગેરે નથી. આ નરકગ્રહે મેદ, ચરબી, માંસ, પરૂ, લેહીથી મિશ્રિત અને દુર્ગધમય, ચીકણા તથા સી ગએલા કાદવથી વ્યાપ્ત છે. ત્યાં ખેરનાં લાકડાંના જે જાજવલ્યમાન અને રાખથી ઢંકાયેલા જે અગ્નિ છે. એ નરકગ્રહોને સ્પર્શ તલવાર, છરે, કરવતની ધાર જે તીક્ષણ, વીંછીના આંકડાના ડંખ જે અતિ દુઃખકર છે. એવા નરકમાં જીવ રક્ષણ વિનાને, શરણે વિનાને, કડવાં દુખે કરી પીડા પામતે, પૂર્વે બાંધેલાં કર્મોવાળે હાઈ વેદના ભોગવ્યા કરે છે. નરકમાં પરમાધામી દેવે વ્યાપી રહેલા છે. નારકી જીવોને અંતમુહૂર્તમાં ક્રિય-લબ્ધિ વડે કરી બેડોળ, બીહામણું અને હાડકોન–નખ–રેમથી રહિત શરીર પ્રાપ્ત થાય છે. ત્યારપછી પાંચ પર્યાય અને પાંચ ઇન્દ્રિય પરિપૂર્ણ વિકસે છે અને તે વડે અશુભ વેદનાઓ ભેગવે છે, તે વેદના અત્યંત આકરી, પ્રબળ, સર્વ શરીરવ્યાપી, ત્રણ ચોગમાં વ્યાપેલી, છેવટ સુધી રહેનારી હોય છે.
વળી તે વેદના તીવ્ર, કર્કશ, પ્રચંડ, બીહામણી, અને દારૂણ કેવી હોય છે તે હવે કહે છે. લોહીની મટી હાંડલીમાં રાંધવું, સેકવું, તાવમાં તળવું, ભઠ્ઠીમાં શું જવું, લેઢાની કડાઈમાં ઉકાળવું, બલિદાન દેવું (દેવી આગળ બકરીવ), માંડવું, શાલભલી વૃક્ષના તણ લેહકંટક જેવા કાંટા ઉપર રગદોળવું, ફાડવું, વિદારવું, માથાને પાછળ નીચું નમાવી બાંધવું, લાકીથી ફુટટા મારવા, ગળામાં બળાત્કારે ફાંસી નાંખીને હીંચે