________________
૧૬
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
પાણી પીવું નથી.” એમ બોલતાં નારકીઓ દિશાઓમાં દષ્ટિ કરતા, રક્ષણરહિત, શરણરહિત, અનાથ, અબાંધવ, સ્વજનાદિથી રહિતપણે ભય પામેલા મૃગેની પેઠે ઉતાવળા અને ભયથી ઉદ્વિગ્ન થઈ નાસે છે, તે નાસી જતા નારીને નિર્દય પરમાધામીએ બળાત્કારે પકડીને તેમનું મોં લેહદંડ વડે ખુલ્લું કરીને કડકડતા કથીરના રસને તેમાં રેડે છે. કેઈ પરમાધામીઓ તેમને દાઝતા જોઈને હસે છે, તે વખતે નારકીઓ પ્રલાપ કરે છે, ભચકારી અશુભ શબ્દ ઉચ્ચારે છે, રૌદ્ર શબ્દ કરે છે, કરૂણ વચને બોલે છે, પારેવાની પેઠે ગદ્ગદ્ સ્વર કરે છે. એ રીતે પ્રલાપ કરતા, વિલાપ કરતા, દયામણે શબે આકંદ કરતા નારકીઓ આરડે છે અને (“હે દેવ, હે તાત,” એવા) શબ્દ ઉચ્ચારે છે. બાંધ્યા-રૂધ્યા નારકીઓના આવા પ્રકટ આર્ત સ્વર સાંભળીને તર્જના કરતા તે “ફટ” શબ્દચ્ચાર કરી), કેપતા પરમાધામીઓ અવ્યકત ગર્જના કરીને તેને પકડે છે, બળ વાપરે છે, પ્રહાર કરે છે, છેદે છે, ભેદે છે, ભોંય પછાડે છે, આંખના ડોળા કાઢે છે, હાથ આદિ અંગ કાપે છે, છેદે છે, મારે છે. ખૂબ મારે છે. ગળું પકડી બહાર કાઢે છે, ઉતાવળો અને પાછો ધકકેલે છે, અને કહે છેઃ “પાપી ! તારાં પૂર્વના પાપ કર્મને અને દુષ્કાને સંભાર;” એવા શબ્દોથી જેવી રીતે નગરમાં આગ લાગવાથી કે લાહલ થાય અને લોકોને ત્રાસ ઉપજે તેવી રીતે નરકમાં પડઘા પડે છે અને ફલાહલ થાય છે. નરકમાં પરમાધામીઓથી પીડા. . ! નારકોએ અનિષ્ટ શબ્દ ઉચાર્યા કરે છે, "