________________
૨૬
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
અને રૂપના સમૂહને જીવ કહે છે. કેટલાક મનજીવિકામતવાળાઓ મનને જ જીવ કહે છે. કેટલાક શ્વાસેલ્ફસને જીવ કહે છે. કેટલાકે કહે છે કે આ શરીરજ માત્ર આદિ અને અંત છે (પૂર્વજન્મ અને પુનર્જન્મ કાંઈ છે જ નહિ), આ ભવ છે તે એકજ ભવ છે, તે ભવને નાશ થતાં જ સર્વનો નાશ થાય છે. તેટલા માટે (પરલોક ઈટ નથી તે માટે કેટલાક મૃષાવાદીઓ કહે છે કે દાન, વ્રત, પૌષધ, તપ, સંયમ, બ્રહ્મચર્ય આદિનું ફળ કલ્યાણકારક છે એવું કાંઈ નથી. વળી તેઓ કહે છે કે, હિંસા, જૂઠ, ચેરી, ૫રદારા સેવન, પરિગ્રહ એ પાપકર્મો નથી; તેમજ નરક-તીચ–અનુષ્યની ચેનિમાં ઉત્પન્ન થવાપણું નથી અને દેવલોકમાં કે સિદ્ધગતિમાં જવાપણું નથી; મા-બાપ પણ નથી; ઉદ્યમ કરવાપણું નથી; પ્રત્યાખ્યાનની જરૂર નથી; કાળ નથી કે મૃત્યુ પણ નથી; તેવીજ રીતે અરિહંત, ચક્રવતી, બળદેવ, વાસુદેવ પણ નથી; કેઇ બષિ-મુનિ પણ નથી; ડું કે ઝાઝું ધર્મ-અધર્મનું ફળ પણ નથી, માટે એમ જાણીને-ઇદ્રિને અનુકૂળ સર્વ પ્રકારના વિષચે ભેગવવાની ક્રિયામાં કાંઈ પાપ નથી કે અકિયામાં નિર્જરા નથી. એ પ્રમાણે નાસ્તિકે, વામ લોકમાગીઓ કહે છે. કુદર્શની અને અસદુભાવવાદીઓ (અછતા પદાર્થોને પ્રપનારાઓ) અને મૂઢ લેકો બીજુ એવું પણ કહે છે કે આ જગત ઈડામાંથી પિતાની મેળે જખ્યું છે. એ પ્રમાણે તેઓ અસત્ય પ્રરૂપણ કરે છે. વળી કેટલાકે કહે છે કે પ્રજાપતિ (બ્રહ્માએ આ જગત બનાવ્યું છે, કેટલાકે ઈશ્વરને જગત કહે છે, કેટલાકે આ જગતને વિષ્ણુમય માને છે, કેટલાકે પંચભૂતમાંથી આ જ