________________
૨૮
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
મિત્રની સ્ત્રીનું સેવન કરે છે. કેટલાકે બીજાઓને ધર્મભ્રષ્ટ, વિશ્વાસઘાતી, પાપકમ, લેકવિરૂદ્ધ કર્મ કરનાર, અગય એવી સ્ત્રીઓ (બહેન-પુત્રી આદિ) સાથે દુષ્ટાચાર સેવનાર, દુરાત્મા, બહુપાતકી કહે છે, અને એ રીતે ભલા પુરૂ
ને મત્સરધારી મનુષ્ય અવગુણયુકત કહે છે. તે લેકે પિતાની કીતિની વાંછનાવાળા અને પરલોકના સુખની વાંછના વિનાના હોય છે. એવાં જૂઠાં વચન બોલવામાં હોશિયાર અને બીજાને દોષિત ઠરાવવામાં આસક્ત મનુષ્યો જેઓ અણુવિચાર્યા વચનો બોલે છે અને જેઓનું મુખ તેમના શત્રુરૂપ છે તેઓ પોતાના આત્માને અક્ષય દુઃખનાં બીજ એવાં કર્મોના બંધને કરીને વીંટે છે. વળી એવા લેકે પારકી થાપણ પચાવી પાડવા જૂઠું બોલે છે, પારકા ધનને વિષે આસક્ત હોઈ લોભને વશ વર્તતા થકા બીજાઓ ઉપર અછતા દોષોનું આરોપણ કરે છે, જૂઠી સાક્ષી પૂરે છે, આત્માનું અહિત કરનાર એવા ધનને અર્થે જૂઠું બોલે છે, કન્યાને અર્થે જૂઠું બોલે છે, ભૂમિને અર્થે જૂઠું બોલે છે, -તેમજ ચૌપદાદિજાનવરને અર્થ જૂઠું બોલે છે; એવું મટકું જૂઠું બોલનારાઓ અધોગતિને પામે છે. અન્યતર મૃષાવાદીએ.
એ સિવાયના બીજાઓ પણ વિવિધ પ્રકારે જૂઠું બેલે છે. કેટલાકે જાતિ-કુળ-શીલ વિષે કપટપૂર્વક જૂઠું બોલો છે. ચપળ મનુ (અસ્થિર સવભાવવાળાઓ) આઘું પાછું બોલે છે, ચાવ કરે છે, પરમ અર્થરૂપ મુક્તિનાં ઘાતક એવાં વચન બોલો છે. કેટલાકે અછતું, દેવયુ, અનર્થકારી,