________________
૨૦
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
દોરવાવું, દોરડા વડે ગળે બંધાવું, વાડામાં ઘણા પશુઓ સાથે પુરાવું, કાદવ-પાણીમાં ખૂચવું, બળાત્કારે પાણીમાં પેસવું, ઉંડા ખાડામાં નંખાઈને ગાત્રભંગ વેઠે, પર્વતાદિ ઉપરથી નીચે પછડાવું, દાવાનળની જવાળાએ કરીને બળવું, ઈત્યાદિ સેંકડે દુઃખેથી તે પાપી જીવને સંતપ્ત થવું પડે છે. નરકમાં જે કર્મના ફળ દુઃખ રૂપે ભોગવ્યાં છે તે પૂરાં નહિ થયાં હોવાથી તે જીને તીર્થંચ પંચેંદ્રિયમાં આવાં દુઃખો ભોગવવા પડે છે. પ્રમાદ અને રાગદ્વેષે કરીને જે હિંસાદિ પાપ કર્મો ઉપરાજ્યાં છે તેથી અતિ અશાતામય અને કઠેર એવાં આ દુ:ખ જીવને ભોગવવા પડે છે.
ચતુરેંદ્રિયમાં ભ્રમર, મરછર, માખી ઈત્યાદિની ગતિમાં ઉપજેલા અનેક પ્રકારના જીવો જેમની જતિ નવ લાખ કુળની છે તે જન્મ-મરણના અનુબંધને ભોગવતા સંખ્યાતા કાળ સુધી પરિભ્રમણ કરે છે અને નરકનાં જેવાં તીવ્ર દુઃખે ભેગવે છે. સ્પર્શ, જીભ, નાક અને આખા એ ચાર ઇદ્રિ સહિત એ જીવે ઉપર જણાવ્યા તે પ્રકા૨નાં દુઃખ ભોગવે છે.
તેવી જ રીતે ત્રિઈદ્રિયમાં થવા, કી, ઉધઈ આદિની આઠ લાખ કુળકે છે. તેમાં જન્મ-મરણને અનુભવ કરતાં સંખ્યાતા કાળ સુધી પરિભ્રમણ કરતાં નરકના સમાન તીવ્ર દુઃખે સ્પર્શ, જીભ અને નાકવાળા એ ત્રિઈક્રિય. જીવ ભેગવે છે.
સ્પર્શ અને જીભ એ બે ઇંદ્રિયવાળા જી, જળ, અળશીયાં, કરમીયાં, કેડીનો જીવ (અક્ષ), ઈત્યાદિની સાત