________________
હિંસાકર્મ
૨૨
લાખ કુળકે છે. તે જન્મ મરણનાં તીવ્ર દુઃખ સંખ્યાત કાળ સુધી જોગવતાં પરિભ્રમણ કરે છે.
એકેદ્રિયપણે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, પ્રત્યેક શરીરધારી, સાધારણ શરીરધારી (અનંતકાય)માં જીવે જન્મ મરણનાં દુઃખ ભોગવે છે. તેમાં પ્રત્યેક શરીરી જીવ સંખ્યાતા કાળ સુધી અને સાધારણ શરીરી જીવ અનંત કાળ સુધી અનિષ્ટ દુખે અનુભવે છે. એકેદ્રિયપણે ઉત્કૃષ્ટ ઉત્પત્તિ વારંવાર વૃક્ષ સમૂહને વિષે છે. કેદાળી, હળ વગેરે શસ્ત્રથી જમીન ખેરાય તેથી પૃથ્વી કાયમાં જીવને દુઃખ ભેગવવાં પડે છે. પાણીમાં રહેલા એકેન્દ્રિયપણે જીને સ્નાન વગેરેમાં મદવું,
ભાવું (ઉલેચાવું) અને રૂંધાવું પડે છે. અગ્નિ અને વાયુકાચમાં જીવને પરસ્પર એક બીજા સાથે અથડાવું, હણાવું, મરાવું અને પરસ્પર પરિતાપના વેઠવી પડે છે. આવા એકે દિયાદિકને વાંચ્છના વિના, નિરર્થકપણે, પિતે નહિ ઉત્પન કરેલાં એવાં દુઃખો પરને અર્થે ભેગવવાં પડે છે. કાર્યને અર્થે, પોતાનાં દાસાદિક અને પશુ નિમત્ત તથા ઔષધો-આહાર આદિને માટે એકેદ્રિય જીને મનુષ્ય ખાંડે છે, છાલ ઉતારે છે, રાંધે છે, ચૂર્ણ કરે છે, દળે છે, ફૂટે છે, સેકે છે, ગાળે છે, ચાલે છે, સેડવે છે, વિભાગ કરે છે, ભાંગે છે, છેદે છે, છેલે છે, (વાળ-રેસાને) ચુટે છે, (પાંદ-ફળ માટે) સુડે છે, અગ્નિથી બાળે છેઃ ઈત્યાદિ રીતે એકેદ્રિયપણે જીવે ને ભવપરંપરામાં અવિચ્છિનપણે અનુભવતા ભયાનક સંસારમાં પરિભ્રમણ કરે છે.