________________
૨૨
શ્રી પ્રવ્યાકરણ સૂત્ર
પ્રાણાતિપાત (હિંસા) કરનારા પાપી જીવ એકે દ્રિચપણે અનંત કાળ સુધી દુઃખ ભોગવીને મનુષ્યપણું પામે તેમજ નરકાદિમાંથી નીકળીને મનુષ્યપણું પામે, તોપણ તેઓ બાપડા પુણચરહિત હાઈને વિકૃત અંગે અને વિકલ રૂપને પામે છે. તેઓ ફેબઠા, વાંકા શરીરવાળા, ઠીંગણ, જાહેરા, કાણા, કડવાળા, પાંગળા, ગાત્રરહિત, મૂગાં, બબડા, આંધળા, એક આંખવાળા, ચીપડાભરી આંખેવાળા, રેગવ્યાધિથી પીડાતા, અલ્પાયુષી, શસથી વિનાશ પામતા, મૂર્ખ, કુલક્ષણા, દુબળા, બેડેળ, કઢંગા, વિરૂપાકૃતિ, કુરૂપ, રાંક, હલકા કુળના, બળ સવથી હીન, સુખરહિત, અશુભ દુઃખ ભેગવનારા મનુષ્યપણે ઉત્પન્ન થાય છે. નરકમાં ભેગવતાં બાકી રહેલાં કર્મો ભોગવવા નારકી તીચ અને ભુંડા માણસના અવતારયણે પરિભ્રમણ કરતાં અનંત દુઃખને એ પાપ કરનારાઓ પામે છે. એ પ્રમાણે હિંસા કરનારાઓ આ લોક અને પરલોકમાં હિંસાના ફળ-વિપાકને ભગવે છે, એ ફળવિપાકમાં અલ્પ સુખ, બહુ દુઃખ રહેલું છે. જેને કે રૂપ મેલ બહુ ચીકણે છે, દારૂણ છે, કર્કશ છે, આકરે. છે, હજાર વર્ષ સુધી ન હટે તેવો છે. તેને તે કમ ભેગગ્યા વિના છૂટકે નથી અને તે સિવાય મુક્તિ પણ નથી.
આ પ્રમાણે જ્ઞાનકુલનંદન મહાત્મા જેણે રાગદ્વેષને જીત્યા છે. જેનું “વીર એવું શ્રેષ્ઠ નામ છે, તેમણે પ્રાણવધનો કુળવિપાક કહે છે. એ પ્રાણવધ પાપકારી, પ્રચંડ, ક-શુદ્ર જનોએ આચરેલ, અનાર્યો કરેલે, દયારહિત, ઘાતકી, મહાભકારી, બીકના કારણરૂપ, ભીષણ, ત્રાસકા