________________
હિંસાકમ
(૧૮) દુગતિમાં પાડવું, (૧૯) પાપપ્રકૃતિને વિસ્તાર કરાવવા, (૨૦) પાપકાર્યમાં આસક્ત થવું, (૨૧) શરીર છેદન, (૨૨) જીવિતવ્યને અંત કર, (૨૩) ભય કરવા, (૨૪) કણ (ભવરૂપ દેવું) વધારવું, (૨૫) વા સમાન વજનસુક્ત, (૨૬) પરિતાપ-દુઃખરૂપ આસવ, (૨૭) પ્રાણુના પ્રાણ કાઢવા, (૨૮) જીવથી રહિત કરવું, (૨૯) પ્રાણનું લેપન કરવું, (૩૦) પ્રાણુઓના ઉત્તમ ગુણની વિરાધના–ખંડના કરવી, ચારિત્રાદિ ગુણની વિરાધના કરવી.
એ રીતે સમુચ્ચચે ત્રીસ નામ પ્રાણવધ (હિંસા)ના કહેલાં છે, અને તે વીસે પ્રાણવધ રૂપ કર્મ કડવાં ફળ દેનાર છે. વિશિષ્ટ હિંસા,
હવે કેટલાક પાપીઓ ઉપર કહ્યા સિવાયની બીજી રીતે પણ હિંસા કરે છે, તે કહે છે. અસંયતિ, અવિરતિ, અનુપશાન્ત પરિણામવાળા અને મન, વચન, કાયાના દુષ્ટ ચાગને ધારણ કરનાર પ્રાણવધ કરે છે. એ પ્રાણવધ ભયંકર, બહુવિધ-અનેક પ્રકાર છે. તે હિંસા કરનારાઓ અન્ય અને દુઃખ ઉપજાવવામાં તત્પર રહે છે અને તેઓ નીચે જણાવેલ વસ-સ્થાવર જીની ઉપર દ્વેષ રાખવાની બુદ્ધિ વાળા હોય છે.
જિળચર –(પાઠીન) મત્સ્ય, (તિતિ) મેટાં મત્સ્ય, તિમિંગલ જાતિનાં વગેરે અનેક પ્રકારનાં મલ્ય, વિવિધ પ્રકારના દેડકા, બે પ્રકારના કાચબા, નક તથા સગર એ બે