Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અન્વયાર્થ–ચાર પ્રકારની ભાષાઓમાં જે આ ત્રીજી સત્યા મૃષા ભાષા છે, કે જેને બેલવાથી બેલાયા પછી પશ્ચાત્તાપ કરે પડે છેએ જ પ્રમાણે જે હિંસા પ્રધાન વચન છે, તે પણ બેલવા ગ્ય હેતા નથી. આ પ્રમાણે ભગવાન તીર્થંકરની આજ્ઞા છે. ૨૬
ટીકાઈ–-સત્ય (૧) અસત્ય (૨) સત્યામૃષા (૩) અને અસત્યા મૃષા (૪) આ પ્રમાણે ચાર પ્રકારની ભાષા કહેલ છે. આ ચાર ભાષાઓમાં સત્યામૃષા જે ત્રીજી ભાષા છે, જે આંશિક રૂપથી અસત્ય અર્થાત્ સત્યાસત્યના ત્રિશ્રણવાળી હોય છે. જેમકે “આજ આ ગામમાં દસ બાળકોને જન્મ થયો. આ વચન જન્મની અપેક્ષાએ સત્ય છે, પરંતુ સંખ્યાની અપેક્ષાથી અસત્ય છે, કેમકે જનમવા વાળા બાળકોની સંખ્યા જૂનાધિક-એાછી વસ્તી પણ હોઈ શકે છે. જેઓ આવા પ્રકારની ભાષાને પ્રયોગ કરે છે, તેને આ જન્મમાં અથવા જન્માંન્તરમાં પશ્ચાત્તાપ કર પડે છે. આ સત્યામૃષા ભાષાથી થવાવાળા પાપના તાપનો અનુભવ કરે પડે છે, અર્થાત્ પાપના ફલસ્વરૂપ દુઃખ જોગવવું પડે છે. પીડા ભોગવે છે, અથવા તેને વચનપ્રયોગ કર્યા પછી જ પશ્ચાત્તાપ કરે પડે છે.
કહેવાનો આશય એ છે કે–ત્રીજી મિશ્રિત ભાષા પણ જ્યારે બોલવા યોગ્ય નથી તે પછી બીજી અસત્ય ભાષાના સંબંધમાં તે કહેવાનું જ શું હોય ? તે તે સર્વ પ્રકારથી જ ત્યજવા ચગ્ય છે. પહેલી જે સત્ય ભાષા છે, તે પણ જે પ્રાણિવધ કરનારી હોય, તે તે બેલવી ન જોઈએ, જેથી જે “અસત્યામૃષા' ભાષા છે, તે સમજી વિચારીને જ બોલવી જોઈએ.
સત્ય ભાષા પણ જે દેષવાળી હોય, તે બોલવી ન જોઈએ, તેજ કહે છે કે-જે વચન છન્ન અર્થાત હિંસાકારક હોય છે, જેમકે “આ ચોર છે, તેને વધ કરે વિગેરે વચને બોલવા યોગ્ય કહ્યા નથી. અથવા જે છન્ન છે અર્થાત લેકે જેને પ્રયત્ન પૂર્વક સંતાડે છે, તે સત્ય હોય તે પણ બોલવા ગ્ય હોતું નથી.
આ પ્રમાણે નિગ્રન્થની અર્થાત્ મહાવીર ભગવાનની આજ્ઞા છે. સુધર્મા સ્વામી જંબુસ્વામીને કહે છે કે-આ મેં કહેલ નથી. પરંતુ ભગવાને કહેલ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે--ચાર પ્રકારની ભાષાઓ છે, તેમાં ત્રીજી જે મિશ્ર ભાષા છે, તેને સાધુએ પ્રયોગ કરે ન જોઈએ. જે વચનના ઉચ્ચારણથી જન સમુદાયમાં કઈ એકને પણ સંતાપ પેદા થતું હોય તે તેવા વચને બોલવા ગ્ય નથી. જે વાત છુપાવવાની હોય છે, તેને પ્રકાશિત કરવા વાળા વચન પણ બોલવા ગ્ય હેતા નથી. આ પ્રમાણે જીનેશ્વર દેવની આજ્ઞા છે. રક્ષા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૨૫