Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 229
________________ ટીકાથ–પૂર્વોક્ત અધ્યયને અનુસાર આચરણ કરતા થકા મુનિ સઘળા પાપકર્મોથી અર્થાત્ સાવદ્ય અનુષ્ઠાનેથી પ્રાણાતિપાત જનક કૃત્યથી નિવૃત્ત થઈ જાય છે. તથા રાગ અર્થાત્ પ્રિય પદાર્થોની આસક્તિથી શ્રેષથી કલહ (વાગ્યુદ્ધ) થી અભ્યાખ્યાન અર્થાત્ પારકાના ગુણેમાં દેને આક્ષેપ કરવાથી, (આળચઢાવવાથી ચાડીથી, પારકાની નિંદાથી, સંયમને પ્રત્યે અરતિ અને વિષચાને પ્રત્યે રતિ–પ્રીતીથી, માયામૃષા (કપટયુક્ત અસત્ય ભાષણ) થી તથા મિથ્યાદર્શન શલ્યથી, જે સર્વથા વિરત છે, જે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યકચારિત્ર અને સમ્યકતપથી યુક્ત છે. અથવા આત્મહિતથી યુક્ત છે, ઈર્ષા સમિતિ વિગેરે પાંચ સમિતિ અને ઉપલક્ષણથી ત્રણ ગુણિયોથી યુક્ત છે, સદા છ કાયના જીવનીયતનામાં તત્પર છે, અને એવા થઈને જે અપરાધી પ્રાણ પર પણ ક્રોધ કરતા નથી, મારે બધા જ પ્રાણિયો સાથે મૈત્રી ભાવ છે, કેઈની સાથે વેર નથી.” આ વચન પ્રમાણે જે સઘળાની સાથે મૈત્રી ભાવનું આચરણ કરે છે. પિતાના તપ અને સંયમના ઉત્કૃષ્ટ પણાની અને બીજાનું લઘુપણું પ્રગટ કરવાની બુદ્ધિથી અભિમાન કરતા નથી. તેને “પણ” કહેવા જોઈએ. અર્થાત્ આ ગુણેથી યુકત અનગાર “રા' પદ યુક્ત હેય છે, તેવા હવે મળ' શબ્દનો અર્થ કહે છે. “ઘરથ વિ ષમળે” ઈત્યાદિ. ટીકાર્થ–પૂર્વોક્ત વિરતિ વિગેરે ગુણોથી યુક્ત શ્રમણના સંબંધમાં પણ કહેવું જોઈએ. અર્થાત જે શ્રમણ પૂર્વોક્ત ગુણેથી યુક્ત છે, તેને હવે પછી આગળ કહેવામાં આવનાર ગુણેથી યુક્ત થવું જોઈએ. તે ગુણ આ પ્રમાણે છે.-અનિશ્રિત હોય અપ્રતિબંધ વિહારી અર્થાત્ શરીર વિગેરે સંબંધી આસતિથી રહિત હોય, અથવા આલેક સંબંધી કામનાઓથી રહિત હોય, નિદાન અર્થાત્ વર્ગાદિ પરલોક સંબંધી આકાંક્ષાથી રહિત છે, કર્મબ ધના કારણ ભૂત પ્રાણાતિપાત, મૃષાવાદ, અથવા હિંસાકારી વચન અને ઉપલક્ષથી અદત્તાદાન, મિથુન અને પરિગ્રહથી રહિત હોય, અર્થાત જે હિસા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૨૨૨

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233