Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 232
________________ ભિક્ષુ શબ્દની વ્યાખ્યા કર્યા પછી હવે “ નિથ પદની વ્યાખ્યા કરે છે. “g f fai’ ઈત્યાદિ ટીકાર્થ-જે ગુણ ભિક્ષુતા કહેલા છે, તે સઘળા ગુણે નિગ્રન્થમાં પણ જરૂરી છે, તે ગુણે સિવાય, નિગ્રંથમાં બીજા કંઈક વધારે ગુણે પણ હવા જોઈએ. તે અહિયાં બતાવવામાં આવે છે. નિગ્રંથ મુનિ એકલા રહે, એકાકી બે પ્રકારના હોય છે, દ્રવ્યથી અને ભાવથી, જે સહાય વિનાના હિય તે દ્રવ્યથી એકાકી–એકલા ગણાય છે, અને જે રાગ દ્વેષથી રહિત હોય તે ભાવથી એકાકી કહેવાય છે. તે એક વેત્તા હોય, અર્થાત એ જાણતા હોય કે જીવ એક જ પરલોકમાં જાય છે, તેને સહાય કરનાર કેઈ નથી અથવા “ ગયા” આ શારા વચન પ્રમાણે દ્વવ્યાર્થિક નયથી આત્મા એક જ છે. એ પ્રમાણે જાણનાર હેય, બુદ્ધ હોય, એટલે કે પદાર્થોના યથાર્થ જ્ઞાનથી યુક્ત અથવા સંસારના સ્વરૂપને જાણનાર હોય, સ્ત્રોતને રોકવા વાળા હોય, દ્રવ્ય સ્ત્રોત અને ભાવસ્ત્રોત્ર એમ સ્ત્રોત બે પ્રકારના હોય છે. ખાડા વિગેરે અથવા ઇન્દ્રિય એ દ્રવ્ય સ્ત્રોત છે. તથા મનેz અને અમને જ્ઞ શબ્દ વિગેરેમાં મનની પ્રવૃત્તિ હોવી તે ભાવસ્ત્રોત છે. અહિયાં ભાવસ્રોત ગ્રહણ કરવું જોઈએ. તાત્પર્ય એ છે કે- નિન્ય મુનિ કર્મના આગમનના કારણેને રોકીદે. ઈન્દ્રિયોને અને મનને સારી રીતે વશ કરે. પાંચ પ્રકારની સમિતિથી યુક્ત હોય અને ઉપલક્ષણથી ત્રણે ગુપ્તિથી ગુપ્ત હોય, સુ સામાયિકથી યુક્ત હોય, સમભાવની પ્રાપ્તિને સામાયિક કહે છે. તાત્પર્ય એ છે કે-શત્રુમિત્ર વિગેરે પર સમાન ભાવ ધારણ કરવાવાળા હોય, આત્માના અસ્તિત્વને સ્વીકાર કરવાવાળા હોય, અથવા ઉપયોગ લક્ષણવાળા, અસંખ્યાત પ્રદેશી, પ્રાણ શરીર પ્રમાણે સંકેચ વિસ્તાર સ્વભાવવાળા, પિતે કરેલા કર્મના ફળને ભેગવા વાળા પ્રત્યેક શરીર અને સાધારણ શરીર વિગેરે રૂપથી રહેલા દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાથી નિત્યતા, અનિત્યતા વિગેરે અનંત ધર્મોથી યુક્ત આત્માના વાદ-સિદ્ધાંતને પ્રાપ્ત થયેલ હેય જીવ અછબ વિગેરે સઘળા પદાર્થોના સ્વરૂપને જાણુનાર હોય, ઉપર કહેલ દ્રવ્ય અને ભાવરૂપ અને પ્રકારના સ્ત્રોતને બંધ કરવાવાળા હોય આદર સહકાર અને વસ્ત્ર વિગેરેના લાભની ઈચ્છાવાળા ન હોય, પરંતુ કુતચારિત્ર ધર્મની અભિલાષા–ઈચ્છાવાળા હોય, અર્થાત્ જે આદર અને સત્કાર માટે ક્રિયા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૨૨૫

Loading...

Page Navigation
1 ... 230 231 232 233