Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 233
________________ ઓમાં પ્રવૃત્તિ ન કરતાં ધર્મના ઉદ્દેશથી જ પ્રવૃત્ત થતા હોય. તેનું કારણ એ છે કે-તે ધર્મવેત્તા હાય-ધર્મને, ધર્મોના ફળને અને તેના કારણને યથાર્થ રૂપથી જાણવાવાળા હોય, તથા સમ્યફજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યફચારિત્ર અને સમ્યક્ત 5 રૂપ મેક્ષ માર્ગને પ્રાપ્ત થયેલા હોય, આ બધા ગુણેથી યુક્ત મુનિ મેક્ષ માર્ગને પ્રાપ્ત થાય છે. આ બધા ગુણોથી યુક્ત મુનિ શું કરે? બધે જ સમભાવથી વ્યવહાર કરે. શત્રુ, મિત્ર, સુખદુઃખ, અથવા લાભ અલાભમાં એક જ રૂપથી આચરણ કરે. જેમ ચન્દન, કાટવા વાળા અને સચવાવાળા બનેને સરખા પણાથી સુગંધ આપે છે, એજ પ્રમાણે સમતાનું આચરણ કરે. કેવા થઈને સમભાવનું આચરણ કરવું ? તે બતાવે છે–જીતેન્દ્રિય, સંયમાન અથવા મોક્ષ ગમનની ચોગ્યતાવાળા તથા કાયિક મમતાથી રહિત થઈને સમભાવી થવું. જે આ ગુણોથી યુક્ત હોય, તથા માહન, શ્રમણ અને ભિક્ષ કહેવડાવવાને યોગ્ય ગુણેથી પણ યુક્ત હોય, તે મુનિ નિરા” શબ્દને યોગ્ય કહે. વાય છે. “માહન” “શ્રમણ વિગેરે શબ્દ નિગ્રન્થથી અત્યંત ભિન્ન નથી. પરંતુ કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન હોય છે. હવે શાસ્ત્રને ઉપસંહાર કરતા થકા સુધર્માસ્વામી જબૂહવામી વિગેરે શિષ્ય વર્ગને કહે છે...હે જમ્ભ જે પ્રતિપાદન કર્યું છે, તેને તમે એજ પ્રમાણે સમજે. આ સંબંધમાં જરા પણ સંશય અથવા વિષયાસ કરે નહીં. હું જે કાંઈ કહું છું તે સઘળું ભગવાનના મુખથી સાંભળેલ જ કહું છું. પિતાની તરફથી કહપના કરીને કહેતા નથી. સર્વજ્ઞના વચનમાં વિકલ્પ સંદેહ કરે ન્યાય સંગત નથી. કેમકે તીર્થકર ભયથી ત્રાતા -રક્ષક હોય છે. રાગ દ્વેષથી રહિત હોવાને કારણે સઘળા પ્રાણિયોની સંસાર સમુદ્રથી રક્ષા કરવાવાળા હોય છે. તેથી તેઓ અન્યથા કહેવાવાળા હતા નથી. એ પ્રમાણે હું કહું છું આ સુધર્માસ્વામીનું વચન છે. દા જૈનાચાર્ય જેનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકુત “સૂત્રકૃતાંગસૂત્રની સમયાર્થબધિની વ્યાખ્યાનું વિધિનિષેધનાનનું સોળમું અધ્યયન સમાપ્ત 13 પહેલું શ્રુતસ્કંધ સમાપ્ત છે 1-16 છે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ 3 226

Loading...

Page Navigation
1 ... 231 232 233